નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બી.આર.ગવઈ અને કે.વી.વિશ્વનાથનની બેંચે આંધ્રપ્રદેશ સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લુથરા અને મુકુલ રોહતગીને એમ પણ કહ્યું કે, ઓછામાં ઓછું ભગવાનને રાજકારણથી દૂર રાખવા જોઈએ.
તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદી લાડવામાં ભેળસેળ યુક્ત ઘી હોવાનો જાહેરમાં દાવો કરનાર આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની આકરી ઝાટકણી કાઢી છે. કોર્ટે ભેળસેળના પુરાવા માંગીને મુખ્યમંત્રીને પૂછ્યું કે, ‘લાડવામાં ભેળસેળ યુક્ત ઘીનો ઉપયોગ થયો હોવાનું તમે કયા આધારે કહ્યું?’ કોર્ટે કહ્યું કે, પ્રથમદ્રષ્ટિએ હજુ સુધી લાડવામાં કોઈપણ પ્રકારના ભેળસેળના પુરાવા નથી.
Reporter: admin