નવી દિલ્હી : હાસ્ય કલાકારમાંથી યુક્રેનના પ્રમુખ પદે પહોંચેલા ઝેલેન્સ્કીએ ધાર્યું હશે કે જેવો રશિયા અમારા ઉપર હુમલો કરશે તુરંત જ પશ્ચિમ રશિયા પર તૂટી પડશે.
પરંતુ હૃદયના ચોખ્ખા છતાં જાગતિ પરિસ્થિતિથી અજાણ તેવા ઝેલેન્સ્કીને શૂળીએ ચઢાવી પશ્ચિમ ખસી ગયું છે. રશિયન વિમાનો એવો વ્યાપક વિનાશ વેર્યો છે કે યુક્રેનનું એકે એક શહેર લગભગ ખંડેર બની ગયું છે. અમેરિકાન પૂર્વ પ્રમુખ અને વર્તમાનમાં પ્રમુખ પદની સ્પર્ધામાં ઊભેલા ડોનાલ્ડ ટ્રમ્પે તો કહી દીધું છે કે ત્યાં રહ્યું છે શું, કે તેનો બચાવ કરીએ ?રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેણે યુક્રેનનાં ૧૨૫ વિમાનોને તોડી પાડયા છે. જુદા જુદા વિસ્તારોમાં કરાયેલા હવાઈ હુમલાનું એ પરિણામ છે.
રશિયાના દક્ષિણ પશ્ચિમ વિસ્તાર સ્થિત વાસ્ગા નદીના તટે વધેલા વોલ્ગોગ્રાડ પ્રચંડ રોકેટ પ્રહારો દ્વારા યુક્રેનનાં ૬૭ ટ્રોન વિમાનો તોડી પડાયા હતા. ૧૭ ડ્રોન્સ વોરોનેઝ વિસ્તારમાં તોડી પડાયા. રશિયાના આ વિસ્તારમાં તોડી પડાયેલા ડ્રોનનો સળગતો ભંગાર એક મકાન પર પડતાં એક એપાર્ટમેન્ટ કોમ્પલેક્ષ અને એક મકાનને આગ લાગી હતી તેમ તે વિસ્તારના ગવર્નર એલેકઝાન્ડર ગુસેવે જણાવ્યું હતું. સોશ્યલ મીડીયા પર તે સળગતાં એપાર્ટમેન્ટ અને મકાન જોઈ શકાતા હતાં. જો કે તેથી કોઈ જાનહાની થઈ નથી.આ ઉપરાંત રોસ્તોવ વિસ્તારમાં ૧૮ ડ્રોન તૂટી પડતાં વન વિસ્તારમાં આગ લાગી હતી તેમ ગવર્નર વાસિબી ગોબુબૈવે જણાવ્યું હતું.
Reporter: admin