અમદાવાદ : ગુજરાત સહિત ત્રણ રાજ્યો માટે પૂર સહાયની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કેન્દ્ર સરકારે ગુજરાતને 600 કરોડની સહાયની જાહેરાત કરી છે.
કેન્દ્ર સરકારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (NDRF)માંથી પૂર અસરગ્રસ્ત ગુજરાત, મણિપુર અને ત્રિપુરા માટે 675 કરોડ રૂપિયા સહાયની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતને 600 કરોડ, મણિપુરને 50 કરોડ અને ત્રિપુરાને 25 કરોડ રૂપિયાની સહાય કરાશે.
ઈન્ટર-મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમો (IMCTs)ને પૂર અસરગ્રસ્ત ગુજરાત, આસામા, કેરળ, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા, તેલંગાણા, મણિપુર, આંધ્ર પ્રદેશ સહિતના રાજ્યોમાં અતિભારે વરસાદને કારણે થયેલા નુકસાનનું મુલ્યાંકન કરવા માટે નિયુક્ત કરાઈ હતી. આ ટીમ દ્વારા સ્થળ પરીક્ષણ અને સર્વેની કામગીરી માટે પૂર અસરગ્રસ્ત રાજ્યોના અલગ-અલગ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી.
Reporter: