વધુમાં વધુ રક્તદાન થાય એ સમાજ માટે શ્રેયકર બાબત છે તેવો મત સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ દ્વારા ગોરવા ખાતે આયોજિત મહારક્તદાન શિબિર દરમિયાન યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોષીએ વ્યક્ત કર્યો હતો
આજે તારીખ 28મીના રવિવારે ગોરવા - એલેમ્બિક કરોડ પાસે આવેલ સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના હોલ ખાતે સવારે 9:00 થી 12:30 દરમિયાન જામકંડોરણાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના મુખ્ય મહેમાનપદે આયોજિત કરાયેલ આ મહારક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં યુવાનોએ ઉપસ્થિત રહી રક્તદાન કરી સમાજ બાંધવોની સેવા માટે સદાય તત્પર રહેવાની ભાવના વ્યક્ત કરી હતી.યુવા સાંસદ ડો. હેમાંગ જોષીએ રક્તદાન શિબિરમાં ઉપસ્થિત રહી યુવાનોને પ્રોત્સાહિત કરી તેમની સેવા ભાવનાને બિરદાવી હતી.
વધુમાં વધુ રક્તદાન થાય એ સમાજ માટે શ્રેયા કર બાબત છે તેઓ તેમને વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સયાજીગંજના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના પ્રમુખ પી પી કાનાણી સહિત સમાજના અન્ય કાર્યકરો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહારક્તદાન શિબિરના આયોજન મુકેશભાઈ ગજેરા સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના ઉપપ્રમુખ કુમુદ અકબરી તેમજ અભયભાઈ તોગડીયાએ જહેમત ઉઠાવી શિબિરને સફળ બનાવી હતી.
Reporter: admin