કેન્દ્રીય જળ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલ દ્વારા જળ સંચયનો સંદેશો સમાજ માટે વહેતો કરાયો છે.
જેના ભાગરૂપે પ્રદેશ પ્રમુખના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા જળસંચય અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. જળસંચય અભિયાન અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી રહી છે. આજે વૈષ્ણવાચાર્ય પૂજય દ્વારકેશલાલજી મહારાજના હસ્તે કારેલીબાગના પાણીની ટાંકી રોડ પર આવેલ લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલના સામેના પ્રકાશ નગર મેદાન ખાતે સવારે 10:00 કલાકે રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમના ખાતમુહૂર્તનુ આયોજન કરવામાં આવ્યું હતું.
ખાતમુહૂર્ત વિધિ પ્રસંગે શહેરના યુવા સાંસદ ડો. હેમાંગ જોષી, વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લ, મેયર પિન્કીબેન સોની, શહેરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, કેયુરભાઈ રોકડિયા, ચૈતન્ય ભાઈ દેસાઈ તેમજ મનિષાબેન વકીલ, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, શાસક પક્ષના નેતા મનોજભાઈ પટેલ દંડક શૈલેષભાઈ પાટીલ સહિત અન્ય કોર્પોરેટરો અને પદાધિકારીઓ તથા જળસંચય પ્રોજેક્ટના કોર્ડીનેટર અને વોર્ડ નંબર ૭ના કોર્પોરેટર બંદિશભાઈ શાહ, શહેર મંત્રી અશોકભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: admin