ગાંધી નગર : નવરાત્રિમાં ખેલૈયાઓ માટે આનંદના સમાચાર મળ્યા છે. ગુજરાતમાં હવે નવરાત્રિમાં આખી રાત ગરબા રમી શકાશે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે. હર્ષ સંઘવીના જણાવ્યું કે, ખેલૈયાઓ જેટલાં વાગ્યા સુધી ઈચ્છે ગરબા રમી શકશે.એક કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સવારે પાંચ વાગ્યા સુધી ગુજરાતમાં ગુજરાતીઓ ગરબા રમી શકશે. ગુજરાતમાં ગુજરાતીઓ ગરબા નહીં રમે તો ક્યાં રમશે? જોકે, હવે તો આખીય દુનિયામાં ગુજરાતીઓ ગરબે ઘૂમી રહ્યાં છે, ત્યારે ગુજરાતમાં તો નવરાત્રિની ઉજવણી ધૂમધામથી જ થાય.
ગુજરાતીઓ તહેવારની ઉજવણી કરનારા લોકો છે. નવરાત્રિ ખુશીની ઉજવણીનો તહેવાર છે. લોકો એકબીજાને મળે છે, માતા અંબાની ભક્તિ કરે છે. આ ભક્તિ આ વર્ષે પણ એટલાં જ ઉત્સાહ અને આનંદ સાથે થશે.હર્ષ સંઘવીએ વધુ વાત કરતાં જણાવ્યું કે, ટેક્નિકલ જે વિષય છે તેમાં હું વધારે ઉંડાણમાં નહીં જઉં, પરંતુ વરસાદ લોકો ઉત્સાહ પૂર્વક અને જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી રમી શકશે.
Reporter: admin