પુણે : ગણેશ ઉત્સવ પુરા દેશમાં હર્ષોઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે . ભગવાન ગણેશજીની પૂજા શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે.
આ વર્ષ ખુશીની વાત એ છે કે કાશ્મીરમાં પણ ગણેશ ઉત્સવ ઉજવવામાં આવશે. પુણેના સાત અગ્રણી ગણેશ મંડળો શનિવારના રોજ ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણી કરવા ભેગા થયા હતા ,આગામી સાતમી સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણી શરૂ થશે.આ વખતે કાશ્મીરના કુપવાડા અને અનંતનાગમાં ગણેશ ચતુર્થી ઉજવવામાં આવશે. ગત વર્ષે શ્રીનગરમાં ગણેશ મંડળોએ ગણેશ ઉત્સવ ઉજવ્યો હતો. તે સમયે વર્ષે પૂજનીય ગણપતિની મૂર્તિઓ પુણેમા આવેલા કાશ્મીરના પંડિતોના એક જૂથમાં સોંપી હતી
કશ્મીરી પંડિત સંદીપ રૈનાએ જણાવ્યું કે આ ગણેશ ઉત્સવ ઉજવવાની પરંપરા હંમેશા ચાલુ રહેશે . કાશ્મીરના અનંતનાગમાં મોટા ભાગના પંડિતો રહે છે, તેમની આપેલ માહિતી મુજબ ગત વર્ષે ગણેશ ઉત્સવની શરૂઆત ૩૫ વર્ષ પછી થઇ હતી જે ખુબ સારી વાત છે. ભગવાન ગણેશજીનો ઉત્સવ ખુબ ધામધૂમથી ઉજવવા માટેની માહિતી સંદીપ રૈને દ્વારા આપવામાં આવી છે. ગણપતિ ટ્રસ્ટના અધ્યક્ષ અને ગણેશ મહોત્સવના વડા પુનિત બાલ એ આ બાબતે ખુબ ખુશી વ્યક્ત કરી છે , એ તેમને જણાવ્યું હતું કે આ ઉત્સવ ઉજવવો એ સાંસ્કૃતિક પરંપરાનો સંકેત છે. ભગવાન ગણેશ દરેકના જીવનમાં આવનાર કષ્ટ દૂર કરશે. પુણે થી ૩ મૂર્તિઓ કશ્મીર મોકલવામાં આવી છે એ ખુબ સારી વાત છે . વધુમાં તેમને કહ્યું કે કલમ ૩૭૦ નાબૂદ થયા પછી ઘાટિમાં શાંતિ જળવાઈ રહી છે . તેમને આ પરમ્પરા આગળ પણ ચાલતી રહેશે તેવું જણાવ્યું હતું. અને કાશ્મીરમાં ગણેશ ઉત્સવ ઉજવવા હોવાથી ખુબ ખુશી વ્યક્ત કરી હતી.
Reporter: admin