ગણેશ મહોત્સવ અંતર્ગત, ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મુર્તિ વર્કશોપનુ આયોજન ધ ગ્રાન્ડ ગાયત્રી હોલ સુભાનપુરા મા કરવામાં આવ્યું
ગાયત્રી પરિવારના સાત ક્રાંતિકારી આંદોલનોમા એક આંદોલન પર્યાવરણ બચાવો આંદોલનને વેગ આપતા ઈકો ફ્રેન્ડલી મુર્તિ બનાવવા ની તાલીમ બાળકો ને આપવામા આવી જેમા અલગ અલગ ગાયત્રી પરિવાર બાળ સંસ્કાર શાળાના ૧૫૦ થી પણ વધારે બાળકો એ આ તાલીમ લીધી હતી પર્યાવરણ ની વાત સમજાવતાં બાળકો ને મુર્તિ વિસર્જન કુંડામા કરવાનુ સમજણ આપી પછી તેમાં તુલસીનો છોડ રોપી રોજ ભગવાન સૂર્ય નારાયણ ને ગાયત્રી મહામંત્રનુ સ્મરણ કરતા અર્ગ આપી તુલસીના છોડને નમસ્કાર કરવાની સમજણ અનિલભાઈ રાવલે આપી હતી
સાથે જ બાળકો સંકલ્પીત થયા હતા, શાંતિ પાઠ કરી બાળકો અને વાલીઓ અલ્પાહાર કરી છુટા પડ્યા હતા.પુરથી પ્રભાવિત અસર ગ્રસ્તો માટે વરેણ્યમ્ યુથ ગૃપ યુવા પ્રકોષ્ઠ ગાયત્રી પરિવાર દ્વારા સતત પાંચ દિવસ અકોટા મહાકાલી નગર, મુજમહુડા અલગ અલગ સોસાયટીઓમાં ૫૦૦૦ થી વધારે અસર ગ્રસ્તોના ઘરો મા પાણીની બોટલો ખીચડી, અથાણું પુરી શાક, બિસ્કીટ ફુડ પેકેટ વિગેરેનુ વિતરણ કરવામાં આવ્યું છે
Reporter: