પહેલી જુલાઈ મહિનામાં પણ ઘણા મોટા ફેરફાર થવાના છે, જેમાં ક્રેડિટ કાર્ડથી કરાતા બિલ પેમેન્ટસને લઈને પણ નિયમો બદલાઈ રહ્યા છે.
જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારા માટે એ જાણી લેવું જરૂરી છે કે સાત દિવસ પછી એટલે કે 1 જુલાઈ 2024થી ક્રેડિટ કાર્ડ પેમેન્ટ્સ સંબંધિત ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. આ પછી, કેટલાક પેમેન્ટ પ્લેટફોર્મ દ્વારા બિલ પેમેન્ટમાં સમસ્યા આવી શકે છે. આ પ્લેટફોર્મ્સમાં CRED, PhonePe, BillDesk જેવી કેટલીક ફિનટેકનો સમાવેશ થાય છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે અને તેની યુઝર્સ પર અસર પડશે એક અઠવાડિયા પછી જુલાઈ મહિનો શરૂ થઈ જશે. દર મહિનાની જેમ, આવતા મહિને પણ દેશમાં કેટલાક મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે અને એક મોટો ફેરફાર ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવતા બિલ પેમેન્ટ સાથે જોડાયેલો છે.
અહેવાલો અનુસાર, RBIના નવા નિયમ અનુસાર, 1 જુલાઈથી, તમામ ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ એટલે કે BBPS દ્વારા થવું જોઈએ. તે પછી દરેક વ્યક્તિએ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) દ્વારા બિલિંગ કરવાનું રહેશે.સેન્ટ્રલ બેંક દ્વારા નિર્ધારિત સમયમર્યાદા પછી પણ, હજુ પણ ઘણી મોટી બેંકો છે જેણે નવા ફેરફારો હેઠળ તેમના નિયમોમાં ફેરફાર કર્યો નથી અને તેમાં HDFC બેંક, ICICI બેંક અને એક્સિસ બેંક સામેલ છે. અહેવાલ મુજબ, RBIના નવા નિયમન મુજબ, લગભગ 8 બેંકોએ આ દિશામાં પગલાં લીધા છે, જેમાં SBI, બેંક ઓફ બરોડા, કોટક મહિન્દ્રા બેંક, ફેડરલ બેંક અને ઇન્ડસઇન્ડ બેંકનો સમાવેશ થાય છે.
Reporter: News Plus