News Portal...

Breaking News :

રશિયામાં આતંકવાદી હુમલો: પોલીસે 7 જેટલાં આતંકીઓને ઠાર કર્યા

2024-06-24 10:08:12
રશિયામાં આતંકવાદી હુમલો: પોલીસે 7 જેટલાં આતંકીઓને ઠાર કર્યા


રશિયાના ઉત્તર કોકેશસ ક્ષેત્રમાં આવેલા દાગિસ્તાન ખાતે આતંકીઓએ એક સિનેગોગ, બે ચર્ચ અને એક પોલીસ ચોકીને નિશાન બનાવીને ઘાતક હુમલો કર્યાની માહિતી સામે આવી છે. જેમાં પાદરી નિકોલેની ડર્બેન્ટના ચર્ચમાં હત્યા કરી દેવામાં આવી છે. તેમનું માથું જ વાઢી નાખવામાં આવ્યું હતું. 


આ ક્રૂર હુમલામાં લગભગ 15 જેટલાં પોલીસ અધિકારીઓ, એક પાદરી જીવ ગુમાવી ચૂક્યા છે. જ્યારે 25થી વધુ લોકો ઘાયલ હોવાની માહિતી છે. મૃતકાંક હજુ વધી શકે છે.  વળતી કાર્યવાહીમાં પોલીસે લગભગ 7 જેટલાં આતંકીઓને નિશાન બનાવીને ઠાર કર્યા હતા. રશિયાના અધિકારીઓએ ઘટનાની જાણ થતાં જ તપાસ હાથ ધરી હતી. સિનેગોગ અને ચર્ચ ડર્બેન્ટમાં આવેલા છે જે ઉત્તર કોકેશસ મુસ્લિમ ક્ષેત્રમાં પ્રાચીન યહૂદી સમુદાયનું ગઢ મનાય છે. પોલીસ ચોકી પર હુમલો આશરે 125 કિ.મી. દૂર દાગિસ્તાનની રાજધાની માખચકાલામાં કરાયો હતો. રશિયાના ગૃહ મંત્રાલયે જણાવ્યું કે અમુક અજાણ્યા હુમલાખોરોએ ઓટોમેટિક હથિયારો વડે એક સિનેગોગ અને ચર્ચ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું.


ચર્ચમાં માર્યા ગયેલા લોકોમાં પાદરી પણ સામેલ હતા. દાગિસ્તાન પબ્લિક મોનિટરિંગ કમીશનના અધ્યક્ષ શમીલ ખાદુલેવે આ મામલે વધુ માહિતી આપતાં જણાવ્યું કે પાદરી નિકોલેની ડર્બેન્ટના ચર્ચમાં હત્યા કરી દેવામાં આવી છે. તેમનું માથું જ વાઢી નાખવામાં આવ્યું હતું. આ હુમલામાં લગભગ એક ડઝનથી વધુ અન્ય લોકો પણ ઘાયલ થયા હતા. હુમલો કર્યા બાદ હુમલાખોરો એક કારમાં ફરાર થવા જઈ રહ્યા હતા ત્યારે જ તેમાંથી 7ને ગોળી મારી ઢાળી દેવાયા હતા. જ્યારે અન્ય ફરાર થઇ ગયા હતા. તેમને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Reporter: News Plus

Related Post