News Portal...

Breaking News :

પોલીસની ઓળખ આપીને ચાર જણાએ સિલિન્ડર ડીલેવરી બોય પાસેથી રૂ.44 હજાર પડાવ્યા

2024-05-02 17:26:49
પોલીસની ઓળખ આપીને ચાર જણાએ સિલિન્ડર ડીલેવરી બોય પાસેથી રૂ.44 હજાર પડાવ્યા

વડોદરાના અલકાપુરી વિસ્તારના હેવન ફિલ્ડ પાસે ભરો બપોરે ગેસ સિલિન્ડરની ડીલીવરી કરવા થ્રી-વ્હીલ ટેમ્પો ઉભો રાખી બે જણા સિલિન્ડર ડીલેવરીના કામમાં રોકાયા હતા ત્યારે નંબર વગરની સેલટોસ કારમાં ધસી આવેલા ચાર ખંડણીખોર આરોપીઓએ પોતે પોલીસના માણસો હોવાનો ખોટો દેખાડો કરીને ગેરકાયદે ગેસ રીપેરીંગ કરતા હોવાના બહાના હેઠળ વિડીયો ઉતારીને સેટિંગ કરવા જણાવી ગેસ સિલિન્ડર સપ્લાયર બંને જણાને તાલુકા પોલીસ મથકે લઈ જઈને લાફા વાળી કરી હતી. જાનથી મારી નાખવાની ધમકી આપીને સેટિંગ કરવાના ઓથા હેઠળ રૂપિયા એક લાખની ખંડણી માગી હતી. પરંતુ ચોરી બંને સિલિન્ડર સપ્લાયર પાસેથી રૂ.44 હજાર પડાવીને બાકીના રૂપિયા 70 હજાર ગુગલ પેથી ચૂકવી દેવા ધમકી આપી તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે લક્ષ્મીપુરા પોલીસે ખંડણી માંગનાર પરેશ વાઘેલા સહિત ચારે આરોપીઓની તપાસ હાથ ધરી છે. 


પોલીસની વિગત એવી છે કે, લક્ષ્મીપુરા વિસ્તારના કુણાલ ચાર રસ્તા પાસે આવેલો મહાલક્ષ્મી ગેસ એજન્સીના ગેસ સિલિન્ડર સપ્લાયર ટેમ્પોમાં સિલિન્ડરની ડીલીવરી કરવા નીકળ્યા હતા. બપોરે પોણા બાર વાગ્યાના સુમારે ન્યુ અલકાપુરી વિસ્તારના ગ્રાસફિલ્ડ પાસે બંને ડીલેવરી બોય ઉભા હતા ત્યારે કાળા રંગની નંબર વગરની ઉભી રહેલી કિયા સેલટોસ કારમાં ચાર જણા ઉતર્યા હતા. તમામે તમે બંને જણા ગેરકાયદે ગેસ રિફિલિંગ કરો છો. તેમ કહીને વિડીયો ઉતારવો શરૂ કર્યો હતો. અમે પોલીસના માણસો છીએ. વિડીયો ઉતારનારે એક જણાની ફેટ પકડીને છાતીમાં બે ત્રણ ફેટ મારી હતી. સિલિન્ડર ડીલેવરી બોય પીન્ટુ અને ઈકબાલને ભાયલીથી તાલુકા પોલીસ સ્ટેશનને લઈ ગયા હતા. 


તું પૈસા આપીને સેટિંગ કરી લે તો કેસ રફે દફે કરી નાખીશું તેમ કહીને રૂપિયા એક લાખની ખંડણી માંગી, જાનથી મારી નાખવા ધમકી આપી હતી. પરંતુ સિલિન્ડર ડિલિવરી બોયે પોતાની પાસેના રૂપિયા 20 હજાર આપ્યા હતા. આટલા પૈસાથી કાંઈ નહીં ચાલે તેમ કરતા ગભરાઈ ગયેલા બંને ડિલિવરી બોલે વધુ નાણાંની સગવડ કરીને કુલ રૂપિયા 44 હજારની ચુકવણી કરી હતી. પરંતુ ચાર પૈકીના એક આરોપીએ બાકીના રૂપિયા 70 હજાર ગુગલ-પે દ્વારા કરી આપી નકલી પોલીસ પૈકીના એક જણાએ કોડ નંબર આપીને પોતાની પરેશ વાઘેલા તરીકે આપી ચારે આરોપીઓ પોતાની કારમાં સસડાટ ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે ગેસ એજન્સીના ડીલેવરી બોય હરેશ ભીખાભાઈ સોલંકી (રહે અંપાડ ગામ, વડોદરા)એ બનાવ અંગે લક્ષ્મીપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Reporter: News Plus

Related Post