વડોદરાના રાજ મહેલ રોડ મરી માતાના ખાચા તરફથી ઇલેક્ટ્રિક બાઇક સાથે નીકળેલા શક્મંદની તપાસ કરતા બાઈકની ડીકીમાંથી આઠ ઇંચ લાંબી ધારદાર કટાર મળી આવી હતી. જેથી રાવપુરા પોલીસે 1.30 લાખના મુદ્દામાલ સાથે શમિયાલા ગામના આરોપીની ધરપકડ કરીને સઘન પૂછપરછ શરૂ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે રાવપુરા પોલીસ કાફલો પોલીસ મથકની હદના વિસ્તારમાં પેટ્રોલિંગ અર્થે ગઈ મોડી રાત્રે નીકળ્યો હતો. દરમિયાન રાજમહેલ રોડ પોલીસ કાફલો પહોંચ્યો હતો ત્યારે મરીમાતાના ખાંચા તરફથી એક ઇલેક્ટ્રિક બાઈક સાથે નીકળેલા શકમંદને પોલીસે રોકીને તેનું નામ કામ પૂછતા તેણે ધીરુભાઈ પરમાર (રહે.આસોપાલવ ફળિયું સમીલાયા ગામ, વડોદરા) હોવાનું જણાવ્યું હતું પોલીસે આ શકમંદ બાઇક ચાલકની તપાસ કરતા કાંઈ મળ્યું ન હતું પરંતુ બાઈકની ડીકી તપાસતા 8 ઇંચની ધારદાર કટાર મળી આવી હતી. આ જેથી ચોકી ઉઠેલી પોલીસે આ અંગે પરવાના બાબતે પૂછપરછ કરતા આરોપીએ કોઈ ચોક્કસ પ્રત્યુતર આપ્યો ન હતો જેથી પોલીસે ઇલેક્ટ્રિક બાઈક અને ધારદાર કટાર મળીને રૂ.1.30 લાખનો મુદ્દામાલ કબજે કરી જાહેર નામાના ભંગ હેઠળ આરોપીની ધરપકડ કરીને સઘન પૂછપરછ હાથ ધરી છે.
Reporter: News Plus