વડોદરા ની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ના પુર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહે જણાવ્યું હતું કે વડોદરા શહેર ના વિદ્યાર્થીઓ વેકેશન નો સદઉપયોગ કરી શકે અને કંઈક નવું શિખી શકે તે માટે ફિલિંગસ ફાઉન્ડેશન, રૂષભ ફાઉન્ડેશન તથા કાછીયા પટેલ જ્ઞાતિ પંચ દ્વારા બે દિવસ ની વ્યક્તિત્વ વિકાસ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.
આજના વ્યક્તિત્વ શિબિર માં દરેક વિદ્યાર્થીઓએ લક્ષ્ય નિર્ધારિત કરવું જોઈએ અને પછી તેની પાછળ મંડી પડવા પ્રો. શિરીષ કુલકર્ણી એ જણાવ્યું હતું. આજ ના ઉદ્ધાટન કાર્યક્રમ માં વડોદરા ના નવ નિર્વાચિત સાંસદ પધારવા ના હતા પણ આજે દિલ્હી ખાતે હાજર રહેવાનું હોવાથી તેઓ એ દિલ્હી થી વર્ચ્યુઅલ વાતચીત કરી હતી.દરમિયાન માં આજે પ્રથમ દિવસે How to become Successful in life વિષય ઉપર દીપક શાહે જુદી જુદી રમતો અને વસ્તુઓને ઉપયોગ કરી વિદ્યાર્થીઓ ને સફળ બનવાનો ગુરુમંત્ર આપ્યો હતો... ત્યારબાદ કોર્પોરેટ બિહેવીયરલ ટ્રેનર આશુ મનચંદા એ Speak & Grow વિષય ઉપર વ્યાખ્યાન આપ્યું હતું અને વિદ્યાર્થીઓ ને પબ્લિક સ્પીકીગ કેવી રીતે કરવું તે શિખવાડવા માં આવ્યું હતું.. આવતીકાલે વ્યક્તિત્વ વિકાસ શિબિર માં પારુલ યુનિવર્સિટી ના ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક ના ડીન પ્રો મગનભાઈ પરમાર સફળતા ની શોધ અને ગુજરાત વિધાનસભા ના દંડક બાળુભાઈ શુક્લ Effective Time Management વિષય ઉપર વ્યાખ્યાન આપશે.
આવતીકાલે વ્યક્તિત્વ વિકાસ શિબિર માં પારુલ યુનિવર્સિટી ના ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક ના ડીન પ્રો મગનભાઈ પરમાર સફળતા ની શોધ અને ગુજરાત વિધાનસભા ના દંડક બાળુભાઈ શુક્લ Effective Time Management વિષય ઉપર વ્યાખ્યાન આપશે.આજે યોજાયેલ કાર્યક્રમમાં આ સરદાર પટેલ યુનિવર્સિટી ના પુર્વ વાઇસ ચાન્સેલર પ્રો શિરિષ કુલકર્ણી, ફિલિગસ મલ્ટી મિડિયા ના ચેરમેન અતુલભાઈ શાહ, કાછીયા પટેલ જ્ઞાતિ પંચ ના ઉપપ્રમુખ જિતેન્દ્રભાઈ કાછીયા પટેલ, મોટીવેશનલ સ્પીકર આશુ મનચંદા, નિરવભાઇ શાહ વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન આપ્યું હતું.
Reporter: News Plus