News Portal...

Breaking News :

પેન્સિલવેનિયા: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ચૂંટણી રેલી દરમિયાન જીવલેણ હુમલો કરવામાં આવ્યો

2024-07-14 10:49:07
પેન્સિલવેનિયા: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ચૂંટણી રેલી દરમિયાન જીવલેણ હુમલો કરવામાં આવ્યો


ડોનાલ્ડ ટ્રમ્પ પેન્સિલવેનિયામાં રેલી કરી રહ્યા હતા આ દરમિયાન જ અચાનક એક યુવકે ગોળીબાર શરૂ કરી દીધો હતો. સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે આ ઘટનામાં ટ્રમ્પનો હેમખેમ બચાવ થયો હતો. 


ટ્રમ્પને જમણા કાન પર ગોળી વાગી હતી અને સ્પર્શીને નીકળી ગઇ હતી. જો ગોળી 2 સેન્ટીમીટર પણ અંદર તરફ આવી હોત તો ટ્રમ્પે જીવ ગુમાવ્યો હોત. જેવી જ પહેલી ગોળી ચાલી ટ્રમ્પે કહ્યું કે ઓહ અને કાન પકડી લીધાં કેમ કે તેના પછી વધુ બે ગોળીઓ ચલાવાઈ હતી. વીડિયોમાં તેનો અવાજ પણ સંભળાય છે. ત્યારબાદ ટ્રમ્પ જીવ બચાવવા માટે નીચે નમી ગયા હતા.આ હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે મને એવું લાગ્યું કે ગોળી જાણે તેમના કાનથી આર પાર થઈ ગઇ હતી. ટ્રમ્પ પછી ઊભા થયા અને જમણા હાથને ચહેરા તરફ આગળ વધારે છે. તેમના ચહેરા પરથી લોહી વહી રહ્યું હતું. જ્યારે તે પાછા ઊભા થયા અને મુઠ્ઠી બાંધી તો ભીડે જોશથી નારા લગાવ્યા. 


અહેવાલ અનુસાર સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાસ્થળથી ટ્રમ્પના નીકળી ગયા બાદ તાત્કાલિક પોલીસે ચાર્જ સંભાળ્યો હતો અને ઘટનાસ્થળને ખાલી કરાવવાની શરૂઆત કરી હતી. વ્હાઈટ હાઉસે આ મામલે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે રાષ્ટ્રપતિ જો બાઈડેનને આ ઘટના વિશે જાણકારી અપાઈ છે. તેમણે યુનાઈટેડ સ્ટેટ્સ સેક્રેટરી સર્વિસના નિર્દેશક કિમ્બર્લી ચીટલ, હોમલેન્ડ સિક્યોરિટી સેક્રેટરી એલેક્ઝાન્દ્રો મેયરકાસ અને વ્હાઈટ હાઉસની હોમલેન્ડ સિક્યોરિટી સલાહકાર લિઝ શેરવૂડ રેન્ડલથી અપડેટ બ્રીફિંગ લીધી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે હુમલા બાદ કહ્યું કે, "હું યુનાઇટેડ સ્ટેટ્સ સિક્રેટ સર્વિસ અને તમામ કાયદા અમલીકરણ એજન્સીઓનો ગોળીબાર મામલે ઝડપી પ્રતિક્રિયા આપવા બદલ આભાર માનવા માંગુ છું.

Reporter: admin

Related Post