શરીરમા પેટ ની ચરબી વધવાના ઘણા કારણો હોય છે જેને લઇ ભવિષ્યમા બીમારીઓ લાગુ પડે છે.
ઘણા લોકો એવું લાગતું હોય છે કે પેટની ચરબી શરીરના અન્ય ભાગોમાં જમા થતી ચરબીથી અલગ હોય છે અને તેને અલગ રીતે ઉતારી શકાય અને શરીરના અન્ય ભાગોને તેની અસર નહીં થાય ઉપરાંત પેટની કસરતો વધારે કરવાથી પેટની આસપાસ જમા ચરબીને ઉતારી શકાય છે. કેટલાક લોકોને શરીર પાતળું હોય પણ પેટ પર ચરબીના કારણે મોટુ દેખાય હોય છે. એટલે એવું નથી કે માત્ર પેટની ચરબી જ ઉતારી શકાય અને બાકીનું શરીર નોર્મલ શકાય. એટલે જેમ જેમ શરીરની ચરબી ઊતરશે તેમ તેમ પેટની ચરબી પણ ઊતરશે.વધારે પડતું ગળ્યું, તેલયુક્ત ભોજન અને સોફ્ટડ્રિંક્સના વધારે પડતા સેવનને કારણે પેટની ચરબી વધે છે. પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી તથા રિફાઇન્ડ ખાદ્યચીજોના વધારે ઉપયોગથી પણ પેટની ચરબી વધી શકે છે. બેઠાડું જીવન જીવવાથી ચરબી વધે છે.પુરુષના પેટના ભાગે ચરબી વધારે જમા થાય છે. અને મહિલાઓના નિતંબ, જાંઘ અને હિપ્સ પર સૌથી વધુ ચરબી જમા થાય છે. આમ હોર્મોન્સને કારણે થાય છે.ચરબી એ આપણા શરીરનો ભેગું કરેલું ભોજન છે એટલે જ્યારે ભોજન ન મળે ત્યારે ચરબી શરીરને શક્તિ પૂરી પાડે છે. પેટની વધેલી ચરબીને કારણે મેદસ્વીતા આવી શકે.ડાયાબિટિસ, બ્લડપ્રેશર, હ્રદયરોગની બીમારીઓ, કૉલેસ્ટૅરોલ વધવો જેવી બીમારી પેટની ચરબી વધવાને કારણે શરૂ થાય છે.પેટની ચરબી વધી જવાને કારણે દેખાવમાં પણ ફેર પડે છે. કેટલીકવાર વ્યક્તિ તેનો આત્મવિશ્વાસ પણ ગુમાવી બેસે છે.
ચરબી માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી?
ખોરાકમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ ઘટાડવું જોઈએ.
ખોરાકમા પ્રોટીનનું પ્રમાણ ઘટાડવું, ચરબી ધરાવતો ખોરાક ટાળવો અને પૂષ્કળ માત્રામાં પાણી પીવું
નિયમિત વ્યાયામ કરવો
પર્યાપ્ત ઉંઘ લેવી અને તણાવ ઓછો કરવો
નિયમિત કસરત કરવી.
Reporter: admin