મુંબઈ : મીડિયા માત્ર દેશની સ્થિતિનું મૂકદર્શક નથી,દેશની સ્થિતિમાં બદલાવ લાવવા અને તેની દિશા નક્કી કરવાનું ભગીરથ કાર્ય મીડિયા કરી રહ્યું છે. ભારત દેશ માટે આવતા 25 વર્ષની યાત્રા અતિ મહત્વપૂર્ણ છે.જેમાં અખબાર- સાપ્તાહિકની ભૂમિકા મહત્વ પૂર્ણ રહેશે ,વડાપ્રધાને કહ્યું કે ,મીડિયા દેશના નાગરિકોને પોતાના અધિકાર યાદ અપાવે છે. નાગરિકોને એ પણ યાદ અપાવે છે કે તેમનું સામર્થ્ય શું છે ? જે દેશના નાગરિકોનું સામર્થ્ય ઊંચું હશે તે દેશનો વિકાસ કોઈ અટકાવી શકે નહીં.
વડાપ્રધાન મોદીએ ગણમાન્ય અતિથિઓને સંબોધતા એક ઉદાહરણ આપ્યું હતું. વડાપ્રધાને કહ્યું કે, એક સમય હતો કે નેતાઓ કહેતા કે ડીજીટલ ટ્રાન્ઝેક્શન ભારત નહીં કરી શકે. પણ ભારત દેશની જનતાની સૂઝ-બૂઝથી UPIનો ઉપયોગ વધ્યો અને મોટા- મોટા રેકર્ડ્સ તૂટ્યા છે.
વડાપ્રધાને ઉમેર્યું કે, જ્યારે બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું,ત્યારથી 2014 સુધી સમગ્ર દેશમાં 40થી 50 કરોડ નાગરિકો એવા હતા જેમના પોતાના બેન્ક એકાઉન્ટ જ નહોતા. અડધો દેશ બેંકિંગ સિસ્ટમથી બહાર હતો. પરંતુ આપણાં દેશમાં ક્યારેય ચર્ચા માટે આ મુદ્દો બન્યો જ નહીં. આપણી જનધન યોજના એક મહત્વપૂર્ણ બની રહી,ભ્રસ્ત્રાચાર વિરોધી એક મુહિમ બની. લાખો લોકો લાભાન્વિત થયા.એક આખું નેકસસ ભેદવામાં સફળ રહ્યા. હવે સ્ટાર્ટ અપ જુઓ. સ્ટાર્ટ અપ ઈન્ડિયાએ દેશની વિચારધારા બદલી, અને બદલતા ભારતમાં મીડિયાએ સ્ટાર્ટ અપ ને વેગ આપ્યો. મીડિયાએ જ સ્ટાર્ટ અપને ઘેર ઘેર પહોચાડ્યું છે. લોકોની રુચિ વધી અને આ માટેનો ઝુકાવ પણ વધ્યો.
સમાચાર માધ્યમના પ્રહરીઓને આગ્રહ કરતાં વડાપ્રધાને કહ્યું કે, જેટલી પણ સંકયુક્ત રાષ્ટ્રની ભાષાઓ છે તેમાં તમારું યોગદાન આપવાનું શરૂ કરો. મને પણ ખબર છે કે અખબારોમાં બહુ જગ્યા નથી હોતી.પણ સોશિયલ મીડિયાને આ માટે ધારદાર હથિયાર બનાવો.
સોશિયાલ મીડિયા પર સમય કે જગ્યાની મર્યાદાઓને અવકાશ નથી એટલે સંયુક્ત રાષ્ટ્રની જેટલી ભાષા છે તેનો ઉપયોગ કરવા મારુ સૂચન છે. મને વિશ્વાસ છે કે મારા આ વિચારને તમે અમલી બનાવશો. હવે તો AI પણ આવી આવી ગયું છે. આ ક્ષેત્રે જેટલું સશક્ત રીતે કામ કરશો તેટલો દેશ આગળ વધશે
INS બિલ્ડિંગમાં યોજાયેલા આ સમારોહમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ, મુંબઈ સમાચારના માલિક અને પદ્મ પુરસ્કાર વિભૂષિત હોરમસજી કામા, સહિતના ગણમાન્ય ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: admin