ચાતુર્માસના પ્રારંભે કુમારિકાઓના પાંચ દિવસના મોળા વ્રતનો પ્રારંભ થશે...
દેવશયની કે દેવપોઢી એકાદશીના પ્રારંભ સાથે ચાતુર્માસનો પ્રારંભ થશે. આ ચાતુર્માસના પ્રારંભે કુમારિકાઓના પાંચ દિવસના મોળા વ્રતનો પ્રારંભ થવાનો છે ત્યારે બજારમાં તૈયાર જવારા બજારમાં જોવા મળ્યા હતા.
આ વ્રતમાં અષાઢી હરિયાળીને અનુરુપ જવારાનું પૂજન કરાય છે અગાઉના વખતમાં ગૌરી વ્રતના તહેવાર અગાઉ માતાઓ દ્વારા જાતે જ ઘેર રામપાત્રમાં જવારા ઉગાડવામાં આવતા હતા પકાવેલા રામપાત્રમાં ભીની માટીમાં ઘંઉ, જઉ, તલ,મગ,તુવેર,ચોળા અને અક્ષત વાવીને જવારા ઉગાડાય છે. જયારે હવે તો તૈયાર વાવેલા જવારા સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે. ત્યારે વડોદરા શહેર શિયાબાગ વિસ્તારમાં રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા ગૌરીવ્રત કરનારી બાળકીઓ માટે જવારા તૈયાર કરવામાં આવ્યા છે અગાઉ ના સમયમાં બાળકીઓ ઘરે જવારા તૈયાર કરતી હતી પરંતુ હાલના સમયમાં બાળકીઓ તૈયાર જવારા લઈ જઈને ગૌરીવ્રત ની ઉજવણી કરતી હોય છે ગૌરી વ્રત માટે એક નાનકડા પાત્રમાં જવારા નાખીને તેને ઉગાડવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. જે કુદરત,અન્નને દેવ તરીકે પૂજવાની સમજણ આપે છે. જવારા માતા પાર્વતીનું પ્રતિક છે,રૂની પુણીને કંકુ વડે રંગીને ગાંઠો વાળીને નાગલા બનાવાય છે. આ નાગલા શિવજીનું પ્રતિક હોય છે. બાળાઓ દ્વારા પ્રથમ દિવસે સમવયસ્ક બાળાઓ અને સખીઓ સાથે શિવમંદિરે સામુહિક પૂજાવિધિ કરાય છે.
Reporter: admin