News Portal...

Breaking News :

પૂર્વ TPO મનસુખ સાગઠિયાને જેલ હવાલે કરાયો

2024-07-08 18:00:08
પૂર્વ TPO મનસુખ સાગઠિયાને જેલ હવાલે કરાયો


રાજકોટ : TRP ગેમઝોન અગ્નિકાંડમાં સસ્પેન્ડેડ રાજકોટ પૂર્વ TPO મનસુખ સાગઠિયાને જેલ હવાલે કરાયો છે. રાજકોટના પૂર્વ TPO મનસુખ સાગઠીયાના 6 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવ્યો છે.


છ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા ACB દ્વારા આજે કોર્ટમાં મનસુખ સાગઠિયાને રજૂ કરવામાં આવ્યો હતો. સાગઠિયા અને તેના પરિવાર પાસે રહેલી મિલ્કતોની તપાસ કરવી જરૂરી છે. સાગઠિયાએ બે વિદેશ પ્રવાસ મહાનગરપાલિકાના ખર્ચે અને બીજા પ્રવાસ પરિવાર સાથે કર્યા છે તેની તપાસ થવી જરૂરી છે. સાગઠિયાની ઓફિસમાંથી મળેલી રકમ અને સોનાની ગણતરી માટે 10 કલાક જેટલો સમય લાગ્યો હતો ત્યારે આ સોનું અને રોકડ અંગે તપાસ કરવા સાગઠિયાની હાજરી જરૂરી છે. 


ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનપાના સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયા પાસેથી અત્યાર સુધીમાં 28 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી છે.રાજકોટ ACBમાં મનપાના ક્લાસ વન અધિકારી મનસુખ સાગઠીયા સામે અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈને સોમવારે રાતથી ACBની ટીમે 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ટ્વીટ સ્ટાર ઓફિસમાં સીલ ખોલીને સર્ચ હાથ ધર્યું હતું. આ દરમિયાન 5 કરોડ રૂપિયા રોકડા મળ્યા હતા, સાથે જ 1 કરોડથી વધુની કિંમતનું સોનું પણ મળી આવ્યું હતું. ACBની ટીમ દ્વારા 3 જેટલા બોક્સમાં રૂપિયા, સોનું, એક મોટી તિજોરી, પ્રિન્ટર સહિતના દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા હતા.

Reporter: News Plus

Related Post