હવામાન વિભાગ દ્વારા આગામી ૧૦ દિવસ માં ગુજરાત માં વરસાદી માહોલ જોવા મળશે .
આ વર્ષ લગભગ ૨૪ થી ૨૫ ટકા વરસાદ નોંધાયો છે જે ગયા વર્ષ કરતા ઓછો જણાય છે ,પરંતુ હવામાન વિભાગ નું કેહવું છે કે આગામી ૧૦ દિવસમાં ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત માં મેહસાણા અને સાબરકાંઠા માં આગામી ૩ દિવસમાં વરસાદ રહેશે અને ગુજરાત માં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. આગામી ૧૦ જુલાઈ સુધી વડોદરા, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ , સુરત , તાપી અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો માં ભારે થી અતિભારે વરસાદ રહેશે .
હવામાન વિભાગ દ્વારા આગામી ૧૦ જુલાઈ સુધીમાં કચ્છ જિલ્લામાં અને સૌરાષ્ટ્ર માં સામાન્ય વરસાદ રહેશે. જયારે અન્ય જિલ્લાઓ માં વાદળછાયું વાતાવરણ રહેશે. બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ,દાહોદ અને વલસાડ માં વરસાદ ભારે થી અતિભારે રહેશે. અત્યાર સુધીના વરસાદ માં સૌથી વધારે નવસારી માં વરસાદ પડ્યો છે અને આગળ ૧૦ જુલાઈ સુધી હજુ વધારે વરસાદ રહેશે તેવી હવામાન વિભાગ ની આગાહી છે .
Reporter: News Plus