મુંબઈ: ભારતના ભૂતપૂર્વ બૅટર સંદીપ પાટીલે લોહીના કૅન્સરથી પીડાતા ભૂતપૂર્વ ઓપનર અંશુમાન ગાયકવાડને આર્થિક મદદ કરવાની બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ને વિનંતી કરી છે.
પાટીલે જાહેર કર્યું હતું કે અંશુમાને પોતે જ તેમને કહ્યું છે કે તેમને ફંડની જરૂર છે.
પાટીલે જાહેર કર્યું હતું કે અંશુમાને પોતે જ તેમને કહ્યું છે કે તેમને ફંડની જરૂર છે.
પાટીલે એક જાણીતા દૈનિકની કૉલમમાં એવું પણ લખ્યું હતું કે ‘હું લંડનની કિંગ્સ કૉલેજ હૉસ્પિટલમાં અંશુમાનને જોવા ગયો હતો અને ત્યારે તેમણે મને જણાવ્યું હતું કે તેમને પૈસાની જરૂર છે.’
વડોદરા ના ઓપનર પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડ 71 વર્ષના છે. તેઓ 1975થી 1987 દરમ્યાન ભારત વતી 40 ટેસ્ટ અને 15 વન-ડે રમ્યા હતા. ટેસ્ટ-ક્રિકેટમાં તેમણે બે સેન્ચુરીની મદદથી 1,985 રન અને વન-ડેમાં 269 રન બનાવ્યા હતા. તેમણે ઑફ સ્પિનની કમાલથી ત્રણ વિકેટ પણ લીધી હતી.
સંદીપ પાટીલે શનિવારે ટી-20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમ માટે 125 કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું એ બદલ બીસીસીઆઇની ખૂબ પ્રશંસા કરી હતી, પરંતુ અંશુમાન ગાયકવાડને પણ આર્થિક મદદ કરવાની અપીલ બોર્ડને કરી હતી.
ગાયકવાડ પ્લેયર તરીકેની કરીઅર પૂરી કર્યા બાદ 1997થી 1999 દરમ્યાન અને પછી 2000ની સાલમાં ભારતીય ટીમના હેડ-કોચ બન્યા હતા.
Reporter: News Plus