News Portal...

Breaking News :

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર કરેલા પ્રહારોથી હિન્દુઓની લાગણી દુભાઈ હોવાના આક્

2024-07-02 18:59:39
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર કરેલા પ્રહારોથી હિન્દુઓની લાગણી દુભાઈ હોવાના આક્





લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર તીખા તમતમતા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે શાસક પક્ષ ભાજપના નેતાઓ હિન્દુ નથી. કારણ કે તેઓ 24 કલાક હિંસા અને ધિક્કારમાં સંડોવાયેલા રહે છે. ત્યારે આ વાતથી હિન્દુઓમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે વડોદરામાં પણ કેટલાક યુવકોએ એકત્ર થઈ પોલીસ ભુવન ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. 


જૈમીન વાઘેલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે રાયબરેલી લોકસભાના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા દેશની લોકસભામાં એવું જણાવવામાં આવ્યું હતું કે, હિન્દુઓ 24 કલાક હિંસા અસત્ય કરે છે, એમના આવા નિવેદનથી ભારતમાં વસતા 120 કરોડથી વધુ હિન્દુ લોકોની લાગણી દુભાઈ છે અને એક હિન્દુ તરીકે મારી પણ લાગણી દુભાઈ છે. આ બદલ તેઓ સમસ્ત હિંદુ સમાજની માફી માંગે અને ભારતીય ન્યાયતંત્ર તેઓ પર કડક કાર્યવાહી કરે તેવી માંગણી કરવામાં આવી હતી.


...

Reporter: News Plus

Related Post