ભોપાલ : પથ્થરમારા અને તોફાનના કિસ્સામાં મધ્ય પ્રદેશના છતરપુરમાં પોલીસ-તંત્રે મુખ્ય આરોપી તથા કોંગ્રેસના પૂર્વ જિલ્લા ઉપાધ્યક્ષ હાજી શહજાદ અલીની ભવ્ય હવેલી તોડી પાડી હતી.
તંત્રનો દાવો છે કે અંદેજ ૨૦,૦૦૦ ચો. ફૂટમાં બનાવાયેલી હવેલી કોઈપણ મંજૂરી વિના બનાવાઈ હતી. બોલિવૂડ ફિલ્મ 'સનમ બેવફા'ની હવેલીની જેમ શહજાદે આ હવેલી બનાવવા રૂ. ૧૦ કરોડ ખર્ચ્યા હતા. વર્ષ ૨૦૧૭થી આ હવેલીનું નિર્માણ થઈ રહ્યું હતું. હવેલી બન્યા પછી તેમણે હજુ ગૃહપ્રવેશ પણ નહોતો કર્યો અને તેને તોડી પડાઈ.સરકારી તંત્રે નવનિર્મિત હવેલીની બાજુમાં શહજાદના વધુ એક મકાન સહિત તેના કોર્પોરેટ ભાઈ આઝાદ અલીનું મકાન પણ તોડી પાડયું હતું.
આ કાર્યવાહી દરમિયાન ઘરમાં રખાયેલી ત્રણ મોંઘી કાર, બે સ્કૂટી અને બે બાઈક પણ બુલડોઝરે તોડી પાડયા હતા.મહારાષ્ટ્રમાં સંત રામગિરી મહારાજ અંગે વાંધાજનક ટીપ્પણી કરાયા પછી બુધવારે મુસ્લિમ સમાજના લોકો મેમોરેન્ડમ આપવા છતરપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ સમયે કોંગ્રેસના પૂર્વ જિલ્લા ઉપાધ્યક્ષ હાજી શહજાદ અલી અને તેના ભાઈ નગર પાલિકા કોર્પોરેટર આઝાદ અલીના નેતૃત્વમાં ટોળાએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ ઘટનામાં પોલીસ સ્ટેશન ઈન-ચાર્જ અરવિંદ કુજૂર સહિત બે પોલીસ કોન્સ્ટેબલને ઈજા પહોંચી હતી.
Reporter: admin