News Portal...

Breaking News :

વીર નર્મદની જન્મ જયંતી નિમિત્તે વડોદરા મનપાની પુષ્પાંજલિ

2024-08-24 10:04:23
વીર નર્મદની જન્મ જયંતી નિમિત્તે વડોદરા મનપાની પુષ્પાંજલિ


વડોદરા : વીર નર્મદની જન્મ જયંતી નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કારેલીબાગ વિસ્તારમાં આવેલ એક એન & ટી સર્કલ ખાતે વીર નર્મદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.



વીર કવિ નર્મદાશંકર લાલશંકર દવેની જન્મજયંતિ. જેમણે વિચારોની આંધીથી ઈતિહાસ સર્જ્યો, જેમણે ગુજરાતી ભાષાનો પહેલો શબ્દકોષ આપ્યો, કવિતાઓ, નિબંધ અને લેખોમાં સત્ય, સંઘર્ષ, ટેક અને નેમથી સાહિત્ય અને સમાજમાં આમૂલ પરિવર્તન આણ્યું એવા વીર કવિ નર્મદને યાદ કરીએ ત્યારે ગુજરાતી સાહિત્યની અસ્મિતાના પ્રતિક અને પ્રખર સુધારાવાદી કવિ, સાહિત્યકારની છબી આપણી સામે તરવરી રહે છે. તેઓ કહેતા કે ‘મને ફાંકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી, પણ કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે..


જય જય ગરવી ગુજરાતની આગવી રચનામાં ગુજરાતનો અમૂલ્ય વારસો અને એની ભવ્યતાને સમાવીને ગુજરાતનું ગૌરવ વધાર્યું, ત્યારે વીર નર્મદની જન્મ જયંતી નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કારેલીબાગ વિસ્તારમાં આવેલ એલએનટી સર્કલ ખાતે વીર નર્મદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી કાર્યક્રમમાં વડોદરાના મેયર, સ્થાનિક નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા.

Reporter: admin

Related Post