News Portal...

Breaking News :

ભારત રશિયા પાસેથી ક્રૂડ નહીં ખરીદે, તો યુદ્ધ સમાપ્ત થશે : ઝેલેન્સ્કી

2024-08-24 09:54:47
ભારત રશિયા પાસેથી ક્રૂડ નહીં ખરીદે, તો યુદ્ધ સમાપ્ત થશે : ઝેલેન્સ્કી


કિવ : વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કર્યા બાદ યૂક્રેનના રાષ્ટ્રપતિ વ્લોડિમિર ઝેલેન્સ્કીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, ‘અમે ઈચ્છીએ છીએ કે, યુદ્ધ સમાપ્ત કરવા માટે ભારત અમારો પક્ષ લે, બેલેન્સિંગ પગલું ન ભરે. 


જો ભારત રશિયા પાસેથી ક્રૂડ નહીં ખરીદે, તો પણ તેનાથી યુદ્ધ સમાપ્ત થઈ જશે.’ ઝેલેન્સ્કીએ વડાપ્રધાનની મુલાકાતને ઐતિહાસિક કહી છે. તેમણે કહ્યું કે, તેઓ વહેલીતકે ભારતની મુલાકાત લેવા ઈચ્છે છે. તેઓ ભારતના લોકો અને વડાપ્રધાન મોદીની મુલાકાત લેવા માંગે છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે, ‘જો ભારત રશિયા પાસેથી ક્રુડ નહીં ખરીદે, તો તેનાથી યુદ્ધ સમાપ્ત થઈ જશે.’


વ્લોડિમિર ઝેલેન્સ્કીએ કહ્યું કે, ‘અમે ભારત સાથે સંબંધો મજબૂત કરવા માંગીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે, યુદ્ધ સમાપ્ત કરવા માટે ભારત અમારા તરફ આવે, કોઈ સંતુલનકારી પગલું ન ભરે. ભારતે મોટી ભૂમિકા નિભાવવાની છે. ભારત વિશ્વનું મહત્ત્વનું દેશ છે અને ભારતની શાંતિ સ્થપાવા માટે પણ મોટી ભૂમિકા હોઈ શકે છે.’

Reporter: admin

Related Post