News Portal...

Breaking News :

બ્રહ્મોસ મિસાઈલના પૂર્વ એન્જિનિયરને ISI માટે જાસૂસી જન્મટીપની સજા

2024-06-03 16:36:25
બ્રહ્મોસ મિસાઈલના પૂર્વ એન્જિનિયરને ISI માટે જાસૂસી જન્મટીપની સજા


નાગપુર : બ્રહ્મોસ એરોસ્પેસના પૂર્વ એન્જિનિયર નિશાંત અગ્રવાલને નાગપુર કોર્ટે પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સી ISI માટે જાસૂસી કરવાનો આરોપ સર આજીવન કેદની સજા ફટકારી છે. 



નિશાંત અગ્રવાલની 2018માં બ્રહ્મોસ મિસાઈલની માહિતી પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સી ISIને લીક કરવા બદલ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર એટીએસ અને મિલિટરી ઈન્ટેલિજન્સ દ્વારા 2018 માં નાગપુર નજીક ધરપકડ કરવામાં આવી હતી.

તેની સામે આઈટી એક્ટ અને ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તપાસ એજન્સીઓએ તેના કોમ્પ્યુટર અને અન્ય ડીજીટલ ડિવાઈસની તપાસ કરી અને સંવેદનશીલ ડેટા ટ્રાન્સફર થયો હોવાનું જાણવા મળ્યાનો દાવો કર્યો છે. 


નિશાંત અગ્રવાલ બ્રહ્મોસ એરોસ્પેસમાં સિનિયર સિસ્ટમ એન્જિનિયર હતો અને મિસાઈલ પ્રોજેક્ટ્સમાં પણ સામેલ હતો. બ્રહ્મોસ એરોસ્પેસ ભારત અને રશિયા વચ્ચેનું સંયુક્ત સાહસ છે, જે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ વિકસાવે છે. નિશાંતે તેની વિશેષતાઓ અને ટેકનીકલ કુશળતાના કારણે બ્રહ્મોસ એરોસ્પેસમાં ઘણા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે.

નિશાંત અગ્રવાલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) રોપડમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. આ પછી તેણે બ્રહ્મોસ એરોસ્પેસમાં એન્જિનિયર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. જેની કુશળતાના કારણે ખૂબ જ ઓછા સમયમાં બ્રહ્મોસ એરોસ્પેસમાં મહત્વપૂર્ણ હોદ્દા પર બઢતી મળી ગઈ અને મિસાઈલ પ્રોજેક્ટ્સ પર કામ કરતી ટીમનો મહત્વનો સભ્ય બની ગયો હતો.
ધરપકડ બાદ નિશાંત અગ્રવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો.

Reporter: News Plus

Related Post