વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ ઠક્કર ક્લાસીસમાં તપાસ કરવાની માંગ ઉઠી.આ ક્લાસીસ અલંકાર ટાવરના બેઝમેન્ટમાં હોવાથી પૂરના સમયે પાણી ભરાવવાની શક્યતા હોવાથી બાળકોની સેફ્ટિને ધ્યાનમાં રાખી કોર્પોરેશને કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ભાજપના પૂર્વ કોપોરેટર વિજય પવાર દ્વારા કરવામાં આવી.
શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ અલંકાર ટાવરમાં સેમી બેઝમેન્ટમાં ઠક્કર ક્લાસીસ ચાલે છે.જ્યાં કોમર્સના ક્લાસીસ ચલાવવામાં આવે છે. આ ટાવરમાં 2009માં આવેલા પુર વખતે પાણી ભરાયુ હતું. ત્યારબાદ વર્ષ 2014 અને વર્ષ 2019માં પણ બેઝમેન્ટમાં પાણી ભરાયુ હતું. ત્યારે આ બાબતોને ધ્યાનમાં રાખી દિલ્હી જેવી ઘટના ન બને તે માટે કોર્પોરેશને કાર્યવાહી કરવી જોઈએ તેવી ભાજપના પૂર્વ કોપોરેટર વિજય પવારે માંગ કરી.ભાજપના પૂર્વ કોપોરેટર વિજય પવારનું નિવેદન સામે આવ્યું જેમાં તેમને જણાવ્યું હતું કે,માતા પિતા પોતાના બાળકોને પેટે પાટા બાંધીને ભણાવતા હોય છે. પરંતુ અમુક એવા ક્લાસીસ છે કે જેમાં ક્ષમતા નથી તેના કરતા વધારે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે.
જેથી તંત્રએ શહેરમાં ચાલતા આવા તમામ કલાસીસમાં કાર્યવાહી કરવી જોઈએ. બેઝમેન્ટની અંદર બિયું સર્ટિફિકેટ છે કે નહિ તે તપાસવાનો વિષય છે. અલંકાર ટાવરમાં ફાયર સેફટી નથી. પાર્કિંગમાં પણ જગ્યા નથી.બાળકો પોતાની ગાડીઓને ફૂટપાથ પર પાર્ક કરવી પડે છે. શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતા છે જેથી મારે તંત્રનું ધ્યાન દોરવું છે કે આવા જેટલા પણ બેઝમેન્ટમાં ક્લાસીસ ચાલતા હોય ત્યાં તપાસ કરવી જોઈએ.તો બીજી તરફ આ મામલે ક્લાસીસના સંચાલક કૃષ્ણકાંત ઠક્કરએ જણાવ્યું હતું કે, "અમે વિશ્વામિત્રી નદીના લેવલની કાળજી રાખીએ છે. પૂર આવવાની સ્થિતિ હોય તો વિદ્યાર્થીઓને રજા આપી દઈએ છીએ. પાણી ઉલેચવા પંપની વ્યવસ્થા રાખી છે. હજુ સુધી કોર્પોરેશન કે ફાયર વિભાગે કોઈ સૂચના આપી નથી.
Reporter: admin