આખરે રોડ પર પડેલા ખાડાઓએ એક નો ભોગ લઇ જ લીધો.વડોદરાના નંદેસરી બ્રિજ પર આણંદના વેપારીનું રોડ પર પડેલા ખાડાના કારણે મોત નીપજ્યું. બ્રિજ પરથી જઈ રહેલ બાઈક સવાર વેપારીનું ખાડાના કારણે અકસ્માત સર્જાયો. જેમાં બાઈક પરથી પટકાતા વેપારીનું મોત થયું.
વરસાદી સીઝન હોય વડોદરા શહેર જિલ્લામાંથી અનેક બ્રિજો તેમજ માર્ગો પર ખાડાઓ અને ભુવાઓના કારણે નાગરિકોને ભારે મુશ્કેલી પડી રહી હોવાની રોજે રોજ ફરિયાદો ઉઠી રહી છે. તેમ છતાંય તંત્રની ઊંઘ ન ઉડી. અને આખરે હવે એક વ્યક્તિનો તંત્રની નિષ્કાળજીના કારણે ભોગ લેવાયો છે. નેશનલ હાઇવે પર વરસાદના કારણે પડેલા ખાડાએ વેપારીનો જીવ લીધો.જેમાં બ્રિજ પર પડેલા ખાડાના કારણે એક વેપારીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
વરસાદના કારણે નંદેસરી બ્રિજ પર ખાડા પડી ગયા છે. ત્યારે આણંદના વેપારી ઇરફાન વોરાનું નંદેસરી બ્રિજ પર ખાડો આવી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પરથી પટકાતા બ્રિજ પર જ ઇરફાન વોરાનું મોત થયું છે. ઘટના અંગે જાણ થતા નંદેસરી પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી.
Reporter: admin