લોકસભાના પૂર્વ કોંગ્રેસના ટેકેદારો સામે ફરિયાદ કરવામાં આવી છે. સુરત પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે.નિલેશ કુંભાણીના ટેકેદારો અને કલેકટર સામે ફરિયાદ દાખલ કરવા માંગ કરાઈ છે.કોંગ્રેસના કાર્યકર્તા એ સમગ્ર મામલે ફરિયાદ કરી છે.
નિલેશ કુંભાણીના ટેકેદારોની સહીના હોવાના એફિડેવિટ કરતા ફોર્મ રદ થયું હતું. અશોક સદાશિવ પીપળેએ ફરિયાદ કરી છે.
કોંગ્રેસના ઉમેદવાર કુંભાણીના ટેકેદારોની ફોર્મમાં પોતાની જ સહી હતી તેમ ઝમીર શેખએ જણાવ્યું હતું
ટેકેદારોએ ડે.કલેકટર પાસેથી ફોર્મની સહીના પ્રમાણ પત્ર લીધા હતા તેમ ઝમીર શેખએ ઉમેર્યું હતું.
ફોર્મ જમા કરાવતી વખતે એક ડે.કલેકટર ફોર્મ નીખરાઈ કરે અને કલેકટર ફોર્મ રદ્દ કરે છે તે ભારે આશ્ચરજનક બાબત છે તેવો ઉલ્લેખ ઝમીર શેખએ કર્યો હતો. સુરત પોલીસ કમિશનર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ કોંગ્રેસ કાર્યકરે કરી છે.
Reporter: News Plus