સુરત શહેરના પ્રવેશ દ્વાર સમા વરાછા રોડ પર છેલ્લા 25 વર્ષથી સામાજીક- ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યો ની અહલેક જગાવાનું શ્રી સ્વામિનારાયણ મંદિર - કલાકુંજ આવેલ છે. આ મંદિરમાં બિરાજતાં મંગળ મુર્તિ શ્રી ઘનશ્યામ મહારાજ નો પ્રતિષ્ઠાને આગામી તા. 16/05/2024 ના રોજ 25 વર્ષ પૂર્ણ થનાં હોય. આ નિમિતે મહંત પ.પૂ. સદ. શ્રી નીલકંઠચરણ દાસજી સ્વામી ની શુભ પ્રેરણાથી તા. 10 થી મે 2024 દરમિયાન શ્રી સ્વામિનારાયણ મિશન લસકાણા પાથે ભવ્ય રીતે રજત જયંતી મહોત્સવ ઉજવામાં આવનાર છે.સાથો સાથ સ્વામિનારાયણ મિશન મંદિર માં બિરાજતા ભક્તિનંદન શ્રી ઘનશ્યામ મહારાજ ને પાચ વર્ષ પુર્ણ થતાં હોય પંચાબ્દિ મહોત્સવ ઉજવવામાં આવનાર છે.
આ રજત - પંચાબ્દી મહોત્સવ નાં અનુસંથાને સંસ્થાદ્વારા અનેક વિધ સામાજિક સેવાવો, ધાર્મિક કાર્યક્રમો અને આધ્યાત્મિક અનુષ્ઠાનો નું આયોજન કરવામાં આવેલ છે. મહોત્સવ દરમિયાન તા. 12/05 ના રોજ સમાજસેવાનાં ભાગરૂપે ફ્રી આરોગ્યલક્ષિ કેમ્પ, રક્ત દાન કેમ્પ, બ્રાહમન બટુકો ને લંગ્ન પવિત સંસ્કાર સાથે બ્રહમચોર્યશી અને સંત સમેલન જેવા આયોજન કરવામાં આવેલ છે.મહોત્સવ નાં પ્રેરક અને મહંત શ્રી પ.પૂ. સદ. શ્રી નીલકંઠચરણ દાસજી સ્વામી નાં વક્તા પદે દરોજ સાંજે 4 થી 7 ભક્તચિંતામણી ગ્રંથની કથા થસે અને ગુજરાત ના લોક પ્રિય યુવા કથાકાર શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી - સારંગપુર વાળા નાં વક્તા પદે દરોજ રાત્રે 9 થી 11:30 દરમિયાન શ્રીમદ ભાગવત કથા નું રસપાન કરવામાં આવસે.આ ઉપરાંન્ત છ દિવસ નો મહાહરિયાગ યજ્ઞ થસે વિશાળ કથાસ્થળ ના ગ્રાઉંડ માં બાળનગરી તથા મહિલા યુવામંચ દ્યારા ભવ્ય સાંસ્ક્રુતિક કાર્યક્રમ પણ યોજવામાં આવસે
મહોત્સવ ના પ્રારંભે એક હજાર પોથી/ એક હજાર કળશ, એક હજાર જુવારા સાથે ભવ્ય પોથી યાત્રા નિકળસે સમગ્ર મહોત્સવમાં વડતાલ પીઠધીપતિ આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજી મહારાજ ઉપષ્ઠિત રહસે.
Reporter: News Plus