News Portal...

Breaking News :

જો જો ચૂંટણી ફરજ પરના સ્ટાફની મહેનત એળે ના જાય

2024-05-06 16:26:46
જો જો ચૂંટણી ફરજ પરના સ્ટાફની મહેનત એળે ના જાય

આવતીકાલે વડોદરા લોકસભા માટે સવારે 7 કલાકથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાનાર છે. વડોદરા જિલ્લાના 26.46 લાખથી વધારે મતદારો 2552 મતદાન મથકો ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ત્યારે, વડોદરા લોકસભામાં સમાવિષ્ટ 10 વિધાનસભા મતવિભાગના રવાનગી કેન્દ્રો ખાતેથી સોમવારે પોલિંગ સ્ટાફને ઈ. વી. એમ., વીવીપેટ સહિત અન્ય મતદાન સામગ્રીની ફાળવણી કરવામાં આવી હતી. શહેર-જિલ્લાના દસેય રવાનગી કેન્દ્રો ખાતેથી જિલ્લાના તમામ મતદાન મથકો ખાતે આ સામગ્રી પોલિંગ સ્ટાફ સાથે પહોંચી ગઈ છે.


જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બીજલ શાહે આજે શહેરના અકોટા વિધાનસભા મતવિભાગના રવાનગી કેન્દ્ર સરકારી નર્સિંગ કોલેજ ખાતે હાજર રહીને પોલિંગ સ્ટાફનો ઉત્સાહ વધાર્યો હતો. તેમજ ઈ. વી. એમ., વીવીપેટ સહિત અન્ય મતદાન સામગ્રીની વહેંચણીનું નિરીક્ષણ કર્યું હતું.



અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર-જિલ્લાના તમામ (દસ) રવાનગી કેન્દ્રો ખાતેથી સોમવારે પોલિંગ સ્ટાફને ચૂંટણી સામગ્રી આપવામાં આવી હતી. ચૂંટણી ફરજ પરના આ કર્મચારીઓ ચૂંટણી સામગ્રી સાથે મતદાન મથકે મતદારોની રાહ જોઈ રહ્યા છે.


Reporter: News Plus

Related Post