News Portal...

Breaking News :

પ્રથમ વખત 20 કોચની વંદે ભારત ટ્રેનનું 130 કિમી સાથે ટ્રાયલ રન,વડોદરા ડિવિઝનના મકરપુરા સ્ટેશન પરથી ટ્રેન પસાર થઈ.

2024-08-09 14:03:11
પ્રથમ વખત 20 કોચની વંદે ભારત ટ્રેનનું 130 કિમી સાથે ટ્રાયલ રન,વડોદરા ડિવિઝનના મકરપુરા સ્ટેશન પરથી ટ્રેન પસાર થઈ.


ભારતીય રેલવે દ્વારા પ્રથમ વખત 20 કોચની વંદે ભારત ટ્રેનનું 130 કિમી સાથે ટ્રાયલ રન,વડોદરા ડિવિઝનના મકરપુરા સ્ટેશન પરથી ટ્રેન પસાર થઈ હતી


ભારતીય રેલવે દ્વારા વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે.અમદાવાદ વડોદરા મુંબઈ વચ્ચે બે વંદે ભારત ટ્રેન ચાલી રહી છે.ત્યારે હવે 16 કોચની જગ્યાએ 20 કોચવાળી નવી કેસરી કલરની વંદે ભારત ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.આજે શુક્રવાર 9 ઓગસ્ટના રોજ સવારે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી પહેલીવાર નવી 20 કોચવાળી વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું. ટ્રેનને 130 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડાવવામાં આવી હતી.પશ્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને ઇજનેરોએ સમગ્ર ટ્રેનનું નિરીક્ષણ કર્યું હતું.


આ ટ્રેન મકરપુરા રેલ્વે સ્ટેશન પરથી પસાર થઈ હતી.દેશના મોટા શહેરો વચ્ચે 16 અને 8 કોચવાળી વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવી રહી છે.વંદે ભારત ટ્રેન શરૂઆત કરી ત્યારે સફેદ કલરના કોચવાળી ટ્રેન હતી.હવે વંદે ભારત ટ્રેનનો કલર બદલી કેસરી કરવામાં આવ્યો છે.અમદાવાદ-મુંબઈ વચ્ચે બે વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવી રહી છે.બંને ટ્રેનોમાં ફૂલ બુકિંગ ચાલતું હોય છે.પેસેન્જરનો સારો પ્રતિસાદ મળતાં પશ્ચિમ રેલવેએ પેસેન્જરોની અવરજવરને ધ્યાનમાં રાખીને અમદાવાદ-વડોદરા-સુરત-મુંબઇ સેન્ટ્રલ વચ્ચે 20 કોચની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો હતો.

Reporter: admin

Related Post