News Portal...

Breaking News :

સાંસદોનું ટેન્શન વધી જતા સંસદ ભવનમાં પીએમ મોદીને મળવા દોડ્યા

2024-08-09 13:53:51
સાંસદોનું ટેન્શન વધી જતા  સંસદ ભવનમાં  પીએમ મોદીને મળવા દોડ્યા


નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે 1 ઓગસ્ટે તેના ચુકાદામાં કહ્યું હતું કે રાજ્યો પાસે અનુસૂચિત જાતિઓમાં સબ કેટેગરી બનાવવાનો બંધારણીય અધિકાર છે જેથી એ જાતિઓને પણ અનામત મળી શકે જે સામાજિક અને શૈક્ષણિક રીતે અતિ પછાત છે. 


આ દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે રાજ્યોએ પછાતપણાં અને સરકારી નોકરીઓમાં પ્રતિનિધિત્વની યોગ્ય સંખ્યા અને પ્રદર્શનના યોગ્ય આંકડાના આધારે જ સબ કેટેગરી બનાવવાની રહેશે. એમાં મરજી કે રાજકીય લાભના આધારે નિર્ણય નહીં ચલાવી લેવાય.અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ક્વૉટામાં સબ કેટેગરી બનાવવાની તરફેણમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. 


હવે આ સૌની વચ્ચે એસસી/એસટી સમુદાયના લોકસભા તથા રાજ્યસભાના સાંસદોનું ટેન્શન વધી ગયું છે અને તેઓ સંસદ ભવનમાં જ પીએમ મોદીને મળવા પહોંચી ગયા હતા.

Reporter: admin

Related Post