સૌપ્રથમ 2 થી 3 કાચી મકાઈના દાણા કાઢી લેવા. પછી તેને મિક્ષર જારમા લઇ તેમાં ચાર થી પાંચ લસણ ની કળી અને લીલા મરચા સ્વાદ અનુસાર ચોપ કરેલા ઉમેરવા અને 2 ચમચી જેટલું પાણી ઉમેરી બેટર બનાવવું.
આ બેટરમા હવે 2 ચમચી ચોખાનો અને 2 ચમચી ચણાનો લોટ ઉમેરવો. ત્યારબાદ તેમાં ચોપ કરેલ એક ડુંગળી, સ્વાદ અનુસાર મીઠુ, અડધી ચમચી હળદર, એક ચમચી લીંબુ નો રસ ઉમેરવો. અને પા ચમચી ઈનો ઉમેરી મિક્ષરને ફેટી લેવું. હવે નોનસ્ટિકમા તેલ લગાવી બેટરના નાના બોલ બનાવી બાફવા મસ્ટ મૂકી દો. 5 મિનિટ પછી થોડો કલર બદલાશે એટલે તેને ફરી પલટાવી બાફવા મૂકી દો.
5 મિનિટ પછી મકાઈ ના અપ્પમ રેડી થઈ જશે. આ ખાવામાં ખુબ મીઠાં લાગે છે અને ટેસ્ટી લાગે છે.આ અપ્પમ હેલ્થ માટે ખુબ સારા હોય છે અને શરીરને ફેટી બનતા અટકાવે છે.
Reporter: admin