જાણીતા જૈન અગ્રણી દિપક શાહે જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં પ્રથમ વાર 24 તીર્થંકરના 1452 ગણદરોનું વિશિષ્ટ પૂજનનો કાર્યક્રમ અલકાપુરી જૈન સંઘ ખાતે યોજાયો હતો.
અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી જયેન્દ્ર ભાઈ સાહેબ જણાવ્યું હતું કે આજે સવારે 9:00 વાગે આખા વડોદરામાંથી ભાવિક ભક્તો મોટી સંખ્યામાં અલકાપુરી જૈન સંઘ ખાતે વડોદરામાં પ્રથમવાર યોજાયેલ ગણધરભગવંતો ના પૂજન માં 300 થી વધારે લોકો જોડાયા હતા.ભગવાનને અષ્ટપ્રકારી પૂજા ફળ, નૈવેદ્ય,કેસર ,ચંદન અને સુગંધિત દ્રવ્યોથી સામુહિક રીતે કરવામાં આવી હતી.આ પુજન માટે વિધિકાર માલકેશભાઈ શાહ પધાર્યા હતા અને જૈન સંગીતકાર જયેશ ચુડગરે સુંદર પ્રભુ ભક્તિ ગીતોથી વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું.આ કાર્યક્રમમાં રમયચંન્દ્ર સાગર વિજયજી મહારાજે ૧૪૫૨ ગણધરોનું પુજન શું કામ કરવું અને કેવી રીતે કરવું તેનું સુંદર દષ્ટાંતો થી સમજાવ્યું હતું.
દરમિયાનમાં સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું કે અલકાપુરી જૈન સંઘમાં ચાતુર્માસ બિરાજમાન આચાર્ય પૂર્ણ ચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજાની 12મી આચાર્ય પદવી નિમિત્તે આર આ ગણધર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન સંઘના પ્રમુખ CA હિંમતભાઈ શાહે ગુરુદેવનો ખુબ સુંદર ગુણાનુવાદ કર્યો હતો. અને ગુરુદેવની બહુ આયમી પ્રતિભાથી જૈન શાસનની કેવી રીતે સુંદર આસન પ્રભાવના કરે છે તેના વિવિધ દ્રષ્ટાંતો આપતા ઉપસ્થિત સૌ લોકોએ ભાવવિભોર થઈ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.વધુમાં ટ્રસ્ટી JRD શાહે જણાવ્યું હતું કે આવતા શનિવારે સવા લાખ શ્વેત પુષ્પોથી પરમાત્માનું વિશિષ્ટ પૂજન સંઘ માં કરવામાં આવશે તથા રવિવારે 27 ઓક્ટોબરે ગચ્છાધિપતિ આચાર્ય હેમપ્રભુ સૂરીશ્વરજી મહારાજનો ગુણાનુંવાદ થશે તથા ભરહેસર બાહુબલીની ક્વીઝ યોજાશે અને સમગ્ર વડોદરામાં બધા સંઘોમાં આયંબિલ તપ કરાવવામાં આવશે અને વિશિષ્ટ પ્રભાવના આપવામાં આવશે તેમ જૈન અગ્રણી દિપક શાહે જણાવ્યું હતું.
Reporter: admin