વડોદરા : આજે વહેલી સવારે ત્રણ વાગે રૂરલ પોલીસ કંટ્રોલ માંથી ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થામાં ફોન આવેલ કે કૈલાશ શિખર, સનફાર્મા રોડ ઉપર મગર જોવા મળેલ છે.
તેથી સંસ્થાના સ્વયંસેવક પ્રિગ્નેશ તથા સંદીપ અને ચિરાગને સ્થળ પર મોકલેલા હતા. તપાસ કરતા લગભગ 10 ફૂટનો મગર રસ્તા પર બેસેલ હતો સાથે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી કોઈપણ જાનહાની થયા વગર સહી સલામત પકડી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના રેસ્ક્યુ સેન્ટર પર સોપેલ છે.
Reporter: admin