જો સવારે પેટ સાફ ન આવે તો અનેક સમસ્યાઓ થઇ શકે છે. તેમજ તમારે મળ ત્યાગ માટે બળ પણ કરવું પડે છે. આથી ઘણી વખત તમારી તકલીફ વધી પણ શકે છે.
પણ તમે કેટલાક ઉપાયો અજમાવીને સવારે પેટ સાફ લાવી શકો છો.ગાયનું ઘી સાચે જ તમાર મેટાબોલીજ્મ ને વધારવામાં મદદ કરી શકે છે. અને આ એક પ્રકારે કુદરતી લેક્સેટીવ છે. તમારે સમજવું જોઈએ કે આ એક કુદરતી હેલ્દી ફેટ છે. અને તે શરીરમાં સારી રીતે પચી પણ જાય છે. આથી વજન વધવાની ચિંતા કરતા લોકો પણ તેને અપનાવી શકે છે. તેમજ તેમાં રહેલ વિટામિન્સમાં વિટામીન એ, ડી, ઈ અને કે પણ રહેલ છે.સુતા પહેલા 1 ચમચી અથવા સવારે ખાલી પેટ એક ચમચી ગાયનું ઘી ખાવો.ગાયનું શુદ્ધ ઘી સારું છે. પણ ભેસના દુધના ઘી થી વજન વધી શકે છે. તે બધાને અનુકુળ નથી આવતું. આથી તેનું સેવન ન કરવું.
ભેસના દૂધનું ઘી એ લોકો માટે સારું છે જેઓ વજન વધારવા માંગે છે.રાત્રે સુતા પહેલા નવશેકું દૂધ પીવો. તે પિત્તની સમસ્યાથી પરેશાન લોકો માટે ખુબ જ સારું છે. તે ક્રોનિક દસ્ત ને પણ ઓછુ કરી શકે છે. તમે એક ચમચી ઘીની સાથે પણ તેનું સેવન કરી શકો છો.કાળી કિશમિશ કબ્જીયતા ને કડક મળની સમસ્યા ને ઘણી હદ સુધી દુર કરી શકે છે. કારણ કે તેમાં ઘણા પ્રમાણમાં ફાઈબર હોય છે. તે કડક અને ઢીલા મળ માટે ઘણી સારી માનવામાં આવે છે.રાત્રે થોડી કિશમિશ પલાળી દો. સવારે ખાલી પેટ તેનું સેવન કરો.આંબળા વિટામીન સી થી ભરપુર હોય છે. અને તે હકીકતે ખુબ જ સારું લેક્સેટીવ છે, જેને તમે ઘણા પ્રકારની સ્વાસથ્ય સમસ્યાઓ માટે લઇ શકો છો. આંબળા તમારી કબજિયાતની સમસ્યા માટે સારા છે. આંબળાને તમે શોટ ની જેમ લઇ શકો છો. અથવા તેને ફળ અથવા પાવડર રૂપમાં પણ સવારે ખાલી પેટ લઇ શકો છો.
Reporter: admin