ફરાળી લાડુ બનાવવા માટે એક વાડકી સીંગદાણા, એક વાડકી કોપરાનું છીણ, એક વાડકી દરેલી ખાંડ, બે ચમચી ઘી, અડધી ચમચી ઈલાયચીનો ભૂકો,અડધી ચમચી ડ્રાયફ્યૂટનો ભૂકો, એક ચમચી સૂકી દ્રાક્ષની જરૂર પડે છે.
સીંગદાણાને સેકી ઠંડા પડ્યા પછી છોતરા કાઢી લેવા. હવે તેને મિક્સર જારમાં અદ્યકચરા પીસી લઇ તેમાં કોપરાનું છીણ, ખાંડ, ઘી, ઈલાયચીનો ભૂકો, ડ્રાયફ્રુટનો ભૂકો અને દ્રાક્ષ ઉમેરી મિક્સ કરી લાડુ બનાવી લેવા. આ લાડુ હેલ્થી હોય છે અને ઉપવાસમાં ખવાય તેવા હોય છે.
Reporter: admin