વડોદરા: શહેરમાં એક મહિના બાદ ફરી એકવાર પૂર જેવી સ્થિતિમાં મુકાયું છે. આજે 29મી સપ્ટેમ્બર સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે પછી વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો.
ભારે વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને અસર થઈ હતી.ભારે વરસાદના કારણે જનજીવન ઠપ થઈ ગયું હતું. શહેરના કેટલાક વિસ્તારોમાં તો તરાપા પણ ફરતા થઈ ગયા હતા. આજે બપોરના 12:00 વાગ્યા બાદ શરૂ થયો હતો. આ વરસાદના કારણે લોકોમાં ફરી પૂર આવશે તેઓ ભય ફેલાયો હતો.
વડોદરામાં શહેરના રાવપુરા દાંડિયા બજાર, ચાર દરવાજા, અકોટા, સુભાનપુરામાં વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે. વાઘોડિયા રોડ વિસ્તાર જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે. આ સાથે વિશ્વામિત્રીની જળ સપાટી 18 ફૂટને પાર પહોંચી છે. બીજી તરફ ગઈ વખત જેવી ભૂલ ન થાય અને લોકોનો રોષનો ભોગ ન બનવું પડે તે માટે સ્થાનિક કોર્પોરેટરો લોકોની મદદ માટે બહાર નીકળી ગયા છે.
Reporter: admin