સમસ્ત પાટીદાર સમાજનું પ્રથમ સંમેલનનું આયોજન ડભોઇ પટેલ વાડી ખાતે કરવામાં આવ્યું જે સંમેલના કલ્પેશભાઈ હસમુખભાઈ પટેલ જીયા તલાવડીવાળા ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું
આ કાર્યક્રમને દીપ પ્રગટાવી અને જય સરદારના નારા સાથે કાર્યક્રમને શરૂ કરવામાં આવ્યો હતો સમાજમાં બેરોજગારો, શિક્ષણ, ખેતી વીજળી રાજકીય તેમજ સમાજમાં એકતા અને સંગઠન બાબતે જાગૃતિ લાવવા માટે સંમેલન નું આયોજન કરવામાં આવ્યું સમાજના વડોદરા જીલ્લામાંથી કર્મશીલ અને અનુભવી પાટીદાર સમાજનું સંમેલન યોજાયું હતું ત્યારે ડભોઇ પટેલ વાડી ખાતે પ્રથમ સંમેલન મા સમાજમાં જાગૃતિ લાવવા માટે જય પાટીદાર જય સરદારના નારા સાથે વિવિધ મહાનુભવો એ વક્તવ્ય આપ્યા હતા જેમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ વિકાસ અને પ્રગતિ માટે સમાજલક્ષી પ્રગતિની દિશાઓ અંગે પ્રેરણા આપવામાં આવી હતી આ પ્રસંગે કરજણના માજી ધારાસભ્ય અને વડોદરા જિલ્લા ભાજપ સમિતિના પ્રમુખ સતિષભાઈ નિશાળીયા માજી ધારાસભ્ય બાલકૃષ્ણભાઈ પટેલ જયેશભાઈ પટેલ માવલી વાલા દિલીપભાઈ પટેલ APMCના વાઇસ ચેરમેન ડોક્ટર મહેન્દ્રભાઈ પટેલ શિનોર APMC ચેરમેન સચીનભાઈ પટેલ વિરલ પટેલ દર્શન પટેલ આગેવાનો તેમજ કાર્યક્રમને સફળ બનાવનાર મેહુલભાઈ પટેલ દીક્ષિતભાઈ પટેલ ભાવેશભાઈ પટેલ અને ધવલભાઈ પટેલ તથા વડોદરા જિલ્લા મંડળના તમામ પ્રમુખો સમાજના આગેવાનો તેમજ વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે માજી ધારાસભ્ય અને વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સતિષભાઈ નિશાળીયા એ જણાવ્યું હતું કે વડોદરા જિલ્લામાં પાટીદાર સમાજના ત્રણ ધારાસભ્યો ગત ચૂંટણીમાં ચૂટાયેલા હતા હવે માત્ર એક જ ધારાસભ્ય થઈ ગયા જેથી સમાજમાં સંગઠન થવું જરૂરી છે અન્ય સમાજના લોકો જાગુત ર્થઈ રહ્યા છે ત્યારે પાટીદાર સમાજમાં એકતાની જરૂર છે તેમજ કરજણથી આવતા ડભોઇ રોડ રસ્તા ખરાબ હોવાને કારણે દોઢ કલાકે પહોંચી રહ્યો હતો. આપના ટેક્સના પૈસાથી રોડ રસ્તા બને છે અને વિકાસ થાય છે નું જણાવ્યું હતું.આ સંમેલનમાં જયેશભાઈ પટેલ માવલી વાળાએ ₹51 હજારપાટીદાર સમાજને આપ્યા હતા તેમજ અન્ય દાતાઓએ પણ પોતાની યથાશક્તિ પ્રમાણે આપ્યા હતા મોટી સંખ્યામાં પાટીદારો ભેગા થઈ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો
Reporter: admin