રાજ્યમા ખનન માફિયા બેફામ બન્યા છે. વિવિઘ શહેરોમા બેફામ ખાણ ખનીજ માફિયા ઓ બિન્દાસ કોઈ રોક ટોક વગર ખનીજ ની ચોરી કરી રહીયા છે. તેવીજ રીતનો બનાવ ડભોઈ પંથક મા બનવા પામ્યો છે. ડભોઈ ના ચણવાડા ગામે ખાન ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો છે.જેમાં ગેરકાયદેસર ખનન કરતા ભૂમાફિયા ને પકડી ને મુદામાલ જપ્ત કર્યો છે.જેમાં 3 ટ્રક ખાનખનીજ વિભાગે કરી જપ્ત કરેલ છે.અંદાજે 35 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત કર્યો હતો.અનેક ભૂમાફિયા વડોદરા જિલ્લામાં કરી રહ્યા છે ગેરકાયદેસર રેતી ખનન કરી રહીયા છે તે તરફ પણ ખાણ ખનીજ ધ્યાન આપવાની જરૂરી છે. ખાસ કરી ને ડભોઈ, મહીસાગર વિસ્તારમા ખાણ ખનીજ ની ચોરી સૌથી વધારે થતી હોવાનું કહેવાય છે.છોટાઉદેપુર વિસ્તાર મા પણ આ ધઘો ફાલ્યો ફુલ્યો હોવાનું કહેવાય છે. વડોદરા જિલ્લા ના અનેક સ્થળોએ ખાણ અને ખનીજ ની ચોરી કરવામાં આવે છે. તેની સામે લાલ આખ કરવી જરૂરી છે.
Reporter: News Plus