શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા આપણા હૃદયમાં રાષ્ટ્ર માતા જેટલી લોકચાહના પામનાર ગાય માતાને 2 હજાર કિલો તરબૂચની ભોજનસેવા પુરી પાડી છે. ત્યજી દેવાયેલા, કતલખાને જતા બચાવી લેવાયેલા તથા બીમારીથી ગ્રસ્ત ગૌ માતાઓએ તરબૂચનો ભોગ આરોગતા દિવ્ય આશીર્વાદની અનુભૂતિ થઇ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા અગાઉ ગૌ માતા માટે મોટા જથ્થામાં કેરીનો રસ આરોગી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. શ્રવણ સેવા ફાઉન્ડેશનના ફાઉન્ડર નિરવભાઈ ઠકકર જણાવે છે કે, અમે ત્રણ વર્ષથી નિઃસહાય વૃદ્ધોને અમે સ્વાદિષ્ટ ભોજનસેવા પુરી પાડી રહ્યા છીએ. સાથે જ જરૂરિયાતમંદ પશુઓને મદદરૂપ થવા માટે સંસ્થા હવે આગળ આવી રહી છે.
- ડાઇનિંગ ટેબલ પર તરબૂચનો મહાભોગ
વધુમાં નિરવ ઠક્કર જણાવે છે કે, તાજેતરમાં અમારા દ્વારા પાંજરાપોળમાં રહેતા ત્યજી દેવાયેલા, કતલખાને જતા બચાવી લેવાયેલા તથા બીમારીથી ગ્રસ્ત ગૌ માતાઓ માટે કેરીનો ઠંડો રસ આરોગી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. જે બાદ તાજેતરમાં ગૌ માતા માટે 2 હજાર કિલો તરબૂચના મહાભોગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે ગૌ માતા માટે ડાઇનિંગ ટેબલ પર તરબૂચનો મહાભોગ લગાડવામાં આવ્યો હતો.
- બે રાઉન્ડમાં મહાભોગ જમાડવામાં આવ્યો
આખરમાં નિરવભાઈ ઠક્કર જણાવે છે કે, 2 હજાર કિલો જેટલો તરબૂચનો જથ્થો હોવાથી તેના ટુકડા કરવા માટે મોટી સંખ્યામાં સ્વયંસેવકો કામે લાગ્યા હતા. મોટા બે ડાઇનિંગ ટેબલ પર બે રાઉન્ડમાં મહાભોગ જમાડવામાં આવ્યો હતો. ગૌ માતાને તરબૂચનો મહાભોગ આરોગતા જોવાની ક્ષણ મનને ટાઢક આપે તેવી હતી. સૌ કોઈએ યથાસ્થિતિ પશુઓની મદદ માટે આગળ આવવું જોઈએ.
Reporter: News Plus