રાજકોટની ઘટના બાદ રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાં અને તમામ નગરપાલિકાઓને પણ સૂચના આપી હતી કે જે લોકો પાસે ફાયર એનઓસી ન હોય તેઓ સામે કાયદેસરના પગલાં ભરવા જો કે ડભોઇનું ફાયર વિભાગ મોડેમોડેથી જાગ્યું છે અને કામગીરી હાથ ધરી છે.
ડભોઇ ખાતે ફાયર વિભાગ દ્વારા ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ કરવામાં આવી રહ્યો છે. આડેસઢના પાંચ દિવસ બાદ ફાયર વિભાગે તપાસ કરવાની કામગીરીના શ્રીગણેશ કર્યા હતા. સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ વડોદરા દ્વારા ડભોઇ બજાર માં ચેકીંગ હાથ ધરાયુ હતું. ડભોઇમાં અનેક મોલ,શો રૂમ,મંદિર,મસ્જિદ,તિજોરી કારખાના,દુકાનો,સરકારી તેમજ ખાનગી દવાખાના સહિત મોટી મોટી બિલ્ડીંગોમાં ફાયર સેફટી નો અભાવ જોવા મળ્યો હતો.
જેને લઈને અનેક દુકાનો તેમજ ઇમારતના માલિકોને નોટિસ આપવામાં આવી છે. કેટલાક દુકાનદારોને ત્યાં ફાયર સેફટીના સાધનો છે પરંતુ તેને યોગ્ય સમયે ચકાસણી કરાવવામાં આવી નથી તો કેટલાકમાં પાઈપમાં પ્રેશર સાથે પાણી ન આવતું હોવાનું પણ ફલિત થયું હતું.
Reporter: News Plus