News Portal...

Breaking News :

પશ્ચિમ બંગાળમાં 152 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન,તમિલનાડુની તમામ 234 બેઠકો પર એકસાથે વોટિંગ શરૂ

2026-04-23 09:53:38
પશ્ચિમ બંગાળમાં 152 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન,તમિલનાડુની તમામ 234 બેઠકો પર એકસાથે વોટિંગ શરૂ


દિલ્હી : પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં આજે વહેલી સવારથી જ વિધાનસભા ચૂંટણી 2026 માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 


પશ્ચિમ બંગાળમાં આજે પ્રથમ તબક્કા હેઠળ 152 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, જ્યારે તમિલનાડુની તમામ 234 બેઠકો પર એકસાથે વોટિંગ શરૂ થયું છે. સવારથી જ મતદાન કેન્દ્રો પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. બંગાળમાં આજે 16 જિલ્લાની 152 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, જેમાં ઉત્તર બંગાળના 8 અને દક્ષિણ-મધ્ય બંગાળના 8 જિલ્લાઓનો સમાવેશ થાય છે. અંદાજે 3.60 કરોડ મતદારો 1,452 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. 


બીરભૂમમાં ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું છે કે જો EVMમાં કોઈ ખામી જણાશે, તો તેને માત્ર 15 મિનિટમાં બદલી દેવામાં આવશે.ભાજપના ઉમેદવાર અધિકારીએ જણાવ્યું કે જો મતદાર યાદીમાં બોગસ મતદારો અને ઘૂસણખોરો ન હોય તો મમતા બેનર્જીની જીતની કોઈ શક્યતા નથી.કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ જણાવ્યું કે સત્તાધારી પક્ષ સામે વિરોધની લહેર છે અને મુર્શિદાબાદમાં કોંગ્રેસને સારા પરિણામોની આશા છે.

Reporter: admin

Related Post