ઉનાળાની ગરમી વચ્ચે આગના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરાથી નજીક વાઘોડિયા રોડ પર આવેલ અમોદર ગામમાં એક ખેતરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.
ઉનાળામાં આગના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે.રોજના સરેરાશ એક બે આગના બનાવો નોંધાય છે.અને ફાયર વિભાગ સતત દોડતું રહે છે. ત્યારે વાઘોડિયા રોડ ઉપર આવેલા આમોદર ગામની સીમમાં ગુરુવારે સવારે અચાનક ખેતરમાં આગ ભભૂકી ઉઠી હતી.અને ખેતર ભડભડ ભડકે બળ્યું હતું.જો કે આ અંગેની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.જો કે આ આગ કેવી રીતે લાગી તેનું કારણ હાલ સુધી જાણી શકાયું નથી.આગમાં ખેતર માલિકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે.
Reporter: News Plus