અટલાદરા સ્થિત કોર્પોરેશનના સ્ટોર રૂમમાં શનિવારે મોડી રાત્રે આગ લાગી હતી. જેમાં કોર્પોરેશને જપ્ત કરેલાં વાહનો પૈકી 4 વ્હીલર અને થ્રી વ્હીલર ટેમ્પો સળગી ગયાં હતાં. બનાવની જાણ થતાં દોડી ગયેલા લાશ્કરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. વહેલી સવાર સુધી ફાયરબ્રિગેડે કામગીરી કરી હતી.
ઘટના અંગે સ્ટોર સુપરિન્ટેન્ડેન્ટ અનિરુદ્ધસિંહ ચુડાસમાએ કહ્યું કે, વિવિધ જગ્યાએથી દબાણ કરાયેલાં લારી-ગલ્લા, વાહન કબજે કરી અટલાદરા સ્ટોરમાં મૂક્યાં હતાં. જેની 3 મહિના અગાઉ હરાજી કરાઈ હતી. સ્ટોરમાં 1275 જેટલાં લારી-ગલ્લા અને વાહન હતાં. જોકે હરાજીમાં સામાન ખરીદનાર કોન્ટ્રાક્ટર 3 દિવસ અગાઉ સામાન ભરી ગયો હતો. જોકે 4 વ્હીલર કાર અને થ્રી વ્હીલર ટેમ્પો લઈ જવાનાં બાકી હતાં.
શનિવારે રાત્રે 3 વાગ્યાના અરસામાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. સિક્યુરિટીએ જાણ કરતાં લાશ્કરોએ પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
Reporter: News Plus