વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલા જય નિધિ ટાઉનશીપમાં બંધ મકાનમાં અચાનક આગનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવમાં મકાનમાલિક બેંગલોર રહેતો હોવાથી ફાયર વિભાગે મકાનનું તાળું તોડી કામગીરી કરવાની ફરજ પડી હતી. આગ વધુ પ્રસરે તે પહેલાં ગણતરીના સમયમાં જ મકાનના બીજા માટે લાગેલી આગને આબુમાં મેળવી હતી. પરંતુ ફ્રિજમાં લાગેલી આગના કારણે ફ્રિજ અને રસોડાનું ફર્નિચર બળીને ખાખ થઈ ગયું હતું.ફાયર કર્મીઓ દરવાજો તોડી અંદર ઘૂસ્યા
વડોદરા શહેરના દિવાળીપુરામાં એક બંધ મકાનમાં આગનો કોલ મળતાની સાથે જ વાડી ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. આ આગ બંધ ઘરમાં લાગતાં આજુ-બાજુમાં રહેતાં લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ બનાવને લઇ વાડી ફાયર બ્રિગેડના જવાનો મકાનના બીજા માળે પહોંચી ઉપરનો દરવાજો તોડી અંદર ઘૂસ્યા હતા અને આગને કાબુમાં લીધી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘરમાં રહેલ ફ્રિજ અને રસોડામાં રહેલ ફર્નિચર બળીને ખાખ થઈ ગયું હતું. આ આગ ફ્રિજમાં શોર્ટસર્કિટ થતા લાગી હોવાનું બહાર આવ્યું છે.બંધ મકાનમાં ફ્રિજમાં શોર્ટસર્કિટ થતા આગ.
મોટાભાગનું ફર્નિચર બળીને ખાખઃ ફાયરકર્મી આ બનાવ અંગે ફાયર વિભાગના અર્જુનદાન ગઢવીએ જણાવ્યું હતું કે, જય નિધિ ટાઉનશીપમાં આગનો બનાવ સામે આવ્યો હતો. આ મકાન અહીંયા આવતા બંધ હોવાનું માલુમ પડ્યું હતું. આ મકાનનો માલિક બેંગ્લોર હોવાની માહિતી મળી હતી. આ આગ ગ્રાઉન્ડ ફ્લોર પર ફ્રિજમાં લાગી હતી. ફર્સ્ટ ફ્લોરથી દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને આગ પર કાબૂ મેળ્યો હતો. મોટાભાગનું ફર્નિચર બળીને ખાખ થઈ ગયું છે
Reporter: News Plus