મૂળ બિહારનો અને હાલ પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 24 વર્ષિય પી.આઇ. ના પુત્રએ ફાસો ખાઇ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ હતી. વિદ્યાર્થીએ માનસિક તાણથી ત્રસ્ત થઈને પોતાના જીવનનો અંત આણ્યો હોવાનું વાઘોડિયા પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ વાઘોડિયા પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.મૂળ બિહારના ગજદેવ પથ, બી.પી. કોલેજ આરા રોડ, પટનાના 24 વર્ષીય અંકિતકુમાર રામસિંગે પારુલ યુનિવર્સિટીમાં MBAનો પ્રથમ વર્ષનો અભ્યાસ પૂરો કર્યો હતો અને બીજા વર્ષમાં આવ્યો હતો. તે બે દિવસ પહેલાં તે 597, શ્યામલ કાઉન્ટી સોસાયટી, આમોદર ખાતે ભાડેથી રહેવા માટે આવ્યો હતો. માસિક રૂપિયા 5000નું ભાડું નક્કી કરી શ્યામલ કાઉન્ટી સોસાયટીમાં રહેવા માટે આવ્યો હતો. અંકિતકુમારના પિતા રામસીગભાઇ પટનામા પોલીસ તંત્રમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે.
પરિવાર દોડી આવ્યો વાઘોડિયા પોલીસ મથકના પી.એસ.આઇ. આર. કે. રાઠવાએ જણાવ્યું હતું કે, અંકિતકુમાર માનસિક તણાવથી કંટાળી ગયો હતો. આથી તેણે ગળેફાસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ બનાવ અંગે તેના પરિવારજનોને પણ જાણ કરવામાં આવતા તેઓ આવી ગયા હતાં. પોલીસ દ્વારા પોષ્ટ મોર્ટમની કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવી હતી.બિહાર પટનાથી MBAનો અભ્યાસ કરવા માટે આવેલ અંકિતકુમારે જે મકાન ભાડે રાખ્યું હતું, તે મકાનમાં કુલ ત્રણ રૂમ છે. જેમાથી એક રૂમમાં બે છોકરાઓ રહે છે. અને એક રૂમ ખાલી છે. રવિવાર હોવાથી એગ્રીમેન્ટ (ભાડા કરાર) કરવવાનો બાકી હતો. સાંજના સાડા ચારેક વાગે નયનકુમાર ગુલાબભાઈ પટેલ નામના છોકરાએ ફોન કરી જણાવ્યું હતુ કે, ગઇકાલે નીચેના રૂમમાં ભાડેથી રહેવા આવેલ અંકિત નામના છોકરાએ મકાનના હોલમાં ચારેક વાગ્યાની આસપાસ પંખો ફીટ કરવાના હુક સાથે દોરડુ બાંધી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી છે.
આ હકીકત મકાન માલિકને જણાવતા તેમના ઓળખીતા અભિષેકસિંઘ વૈદ્યનાથસિંઘ અને દીલીપકુમાર હરજીવનદાસ પટેલ આમોદરને જાણ કરતા તેવો સ્થળ ઉપર પહોંચી જઈ તાત્કાલીક 108ને ફોન કરી બોલાવી મૃતદેહ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. તે બાદ બનાવની જાણ વાઘોડિયા પોલીસને કરતાં પીએસઆઇ આર.કે. રાઠવા સ્ટાફ સાથે દોડી ગયા હતા. આપઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવે પારુલ કોલેજ કેમ્પસમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી
Reporter: News Plus