વડોદરા : રાવપુરા રોડ ઉપર આવેલ જૂની અને જાણીતી મેડિકલની દુકાન એટલે એરોય એન્ડ કંપનીમાં ફરી એક વખત આગનો બનાવ બનવા પામ્યો હતો
આગનો બનાવ બનતા ની સાથે જ વિસ્તારમાં અફરા તફરી મચી જવા પામી હતી ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતાની સાથે જ ફાયર બ્રિગેડના લશ્કરો સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા તેઓની સાથે પોલીસ વિભાગ તેમજ mgvcl ની ટીમ પણ સ્થળ ઉપર હાજર થઈ હતી. ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે સ્થાનિક સૂત્રો દ્વારા ફાયર વિભાગ ને જાણ થતા ઉપર ફસાયેલા બે માણસોને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા હતા. જોતામાં આજે વિકરાલ સ્વરુપ ધારણ કર્યો હતો જેથી ફાયર વિભાગના લાશ્કરો સામે પણ એક મોટો પડકાર ઊભો થયો હતો.
પાણીનો મારો ચલાવવાની સાથે જ મેડિકલ સ્ટોરના શટર તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઇલેક્ટ્રીક કટર સાથે તોડવાની પ્રક્રિયા હાથ ધરતા શટર ને દૂર કરી ફાયર બ્રિગેડના લાશ્કરો પાણી મારવાની પ્રક્રિયા વેગવંતી બનાવી હતી ભારે જેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં ફાયર વિભાગના લાશકારો ને સફળતા હાથ લાગી હતી. દુકાનની અંદરનો સમગ્ર સામાન બળીને ખાસ થઈ ગયું હતું બનાવી જાણ થતા ની સાથે જ બાજુની દુકાનના વ્યાપારીઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. આ બનાવવામાં કોઈ પણ જાન હની થઈ નથી જ્યારે બે લોકોને ફાયર વિભાગ દ્વારા રિસ્ક્યુ કરવામાં આવ્યા છે ફાયર વિભાગની સહાનીએ કામગીરીને લોકોએ બિરદાવી છે.
Reporter: admin