રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુ બાબરીયાએ આજે સયાજીબાગમાં આવેલી પવિત્ર અને ઐતિહાસીક ડો.બાબા સાહેબ આંબેડકર સંકલ્પ ભૂમિની મૂલાકાત લીધી હતી
તેમણે આ પવિત્ર સ્થળની મુલાકાતનો હર્ષ વ્યક્ત કરતાં જ્ણાવ્યુ હતું કે સંકલ્પ ભૂમિ વંદનીય છે. એના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કર્યો છે. આ સ્થળમાં પ્રવેશ કરતાં જ અનેરો પૂજ્ય ભાવ જાગે છે.મંત્રીની આ મુલાકાત દરમિયાન સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નિયામક રચિત રાજ, મેયર પીન્કી સોની,ડો વિજય શાહ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: News Plus