ડભોઇ : નાનોદી ભાગોળ નગરીમાં દશા માતાની મંદિર આવેલું છે દશામાના વ્રતની ઉજવણી કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનો દર્શનાર્થે મંદિર ખાતે આવે છે.
ડભોઈમાં અષાઢ વદ અમાસથીમા દશામાના વ્રતનો પ્રારંભ થયેલ છે. ફક્ત શ્રદ્ધા અને ધીરજ રાખી કરેલું વ્રત ક્યારે મિથ્યા જતું નથી. તેનું ફળ નાના-મોટા સ્વરૂપે અવશ્ય મળે છે. માં દશામાના વ્રત પાછળ શ્રદ્ધાળુઓ ભક્તોની શ્રદ્ધા કહી રહી છે કે આ વ્રત અપાર સુખ આપનાર છે. માણસની ખરાબ દશામા આ વ્રત કરવામાં આવેતો જરૂરથી કોઈ ગ્રહો નડતા હોય શનિ કે રાહુની પનોતી હોય કે ચાલતી હોય તો આ વ્રત કરવાથી શ્રદ્ધાળુઓની આ અવદશાઓમાં માં દશામાં દૂર કરી સુખ શાંતિ સ્થાપિત કરે છે. ડભોઈ નગર તેમજ તાલુકામાં દર વર્ષ કરતાં પણ આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં આ વ્રતની ઉજવણી થઈ રહી છે. નગરના માર્ગો પર માની શોભાયાત્રા યોજી સ્થાપના કરવામાં આવી હતી. તે સમયેનગરનું વાતાવરણ ઢોલ નગારા ટેમ્પો અને ભક્તિમય ગરબા સંગીત સાથે ગૂંજી ઉઠ્યું હતું.છેલ્લા ઘણા વર્ષોથી દશામાના વ્રતનો પ્રચાર વધી ગયો છે.
દશામાના ભક્તોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ડભોઈ નગર તેમજ તાલુકામાં પણ અવદશા દૂર કરનાર માં દશામાની ઘેર ઘેર સ્થાપનાઓ થયેલ છે. આધિ વ્યાધિ અને ઉપાધિ ઘરમાંથી દૂર થાય અને સુખ શાંતિ ની સ્થાપના થાય તેવી ગોઠવ અપાર આસ્થા અને શ્રદ્ધા સાથે મા ટેમ્પો દશામા વ્રતનો દબદબાભેર પ્રારંભ થયો હતો. ડભોઈ શિનોર ચોકડીથી પોતા બાયપાસ રોડ પર નાંદોદી ભાગોળ દિવાન પાસે દશા હરિત મા દશામાનુ ટેમ્પો મંદિર આવેલ છે. જેને ધજા પતાકા કે ઘાસ અને લાઈટ ડેકોરેશન વડે સુંદર દોરીથી સજાવવામાં આવેલ છે. ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. મહાઆરતી સમયે દૂરદૂરથી શ્રદ્ધાળુઓ આવે છે.
Reporter: admin